સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર અને સુડા ની હદમાંથી પસાર થતા કામરેજ (Kamrej) અને ભાટિયા ખાતેના ટોલ ટેક્ષ (Toll Tex) નાકાઓ પર સ્થાનિક નાગરિકો માટે સર્વિસ રોડ બનાવવા અને બંને ટોલનાકાઓ ને સુડા ની હદની બહાર સ્થાપિત કરવા માટેના આંદોલનને (Movement) સમગ્ર સુરત જિલ્લામાં વ્યાપક બનાવવા માટે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઓલપાડની મીટિંગમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હઝીર-ધુલિયા હાઇવે ખૂબ જ બિસ્માર હાલત માં થઈ ગયા છે તેમજ હાઇવે પર લાઈટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને કારણે અકસ્માત થાય છે. મિટિંગમાં ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, જ્યેન્દ્ર દેસાઈ,ધ ર્મેશપટેલ, એડવોકેટ વિજયભાઈ પટેલ, શબ્બીરભાઈ મલેક, ખેડૂત આગેવાન હિતેશ પટેલ, તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
કોસંબા ગામે પણ મીટિંગ મળી
માંગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે ગ્રામજનોમાં હાઇવે ઓથોરિટી સામે ભારે નારાજગી હતી તેમણે દર્શન નાયકને જણાવ્યુ હતું કે કોસંબા હાઇવેની બાજુમાં આવેલું ગામ છે. હાઇવે ઉપરના બ્રિજ ની કામગીરી ખૂબ જ ધીમી અને નબળી છે તેમજ હાઇવેના બ્રિજ પર લાઈટની પણ વ્યવસ્થા નહીં હોવાના કારણે કેટલાય ગ્રામજનો અને વાહનચાલકો ચોકડી ઉપર અકસ્માત નો ભોગ બની રહ્યા છે.સ્થાનિક નાગરિકો ના ચોકડી પર મૃત્યું થવાના કારણે ગ્રામજનો માં ભારે રોષ છે.
ઓલપાડ તથા કોસંબાના ગ્રામજનોએ સુરતના સ્થાનિક નાગરિકોને માટે ભાટિયા અને કામરેજ ટોલનાકા ખાતે સર્વિસ રોડ બનાવવા અને ટોલટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે ના કર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલ બિનરાજકીય આંદોલન દ્વારા જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરવા માટે જાહેરાત કરવામાં આવશે ત્યારે બધી રીતે સહાય કરવાની ખાતરી આપી સમર્થન આપવાની જાહેરાત કરી હતી. મીટિગમાં સહકારી આગેવાન યુસુફ સાવા, શૈક્ષણિક આગેવાન પપ્પુ બાવા, મોસાલી દૂધ મંડળી ના પ્રમુખ મકસુદ માંજરા, પંડવાઈ સુગર મિલના ડિરેક્ટર ડો.નટવરસિંહ આડમાર, કામરેજ સુગર મિલના ડિરેક્ટર નરેન્દ્ર સોલંકી, સહકારી આગેવાન અંદાઝ શેખ તથા ખેડૂત આગેવાન કેતન ભટ્ટ અને રણબીર તેમજ મોટી સંખ્યા માં કોસંબાના ગ્રામજનો હાજર રહ્યા હતા.