સામાન્ય રીતે આપણે બધાંએ મોરનો કેકારવ, કોયલનો ટહુકો, બુલબુલનો સિસોટી ભર્યો મધુર કલરવ, ભમરાનું ગૂંજન વિગેરે સાંભળ્યાં હોય છે. આ ઉપરાંત આપણે પાળેલા પોપટને માણસની જેમ બોલતો સાંભળ્યો હોય છે. પોપટને આપણે જે શીખવાડીએ એની નકલ તે તૈયારીમાં કરી શકે છે.પરંતુ હાલમાં દરેક નાના મોટા અખબારોમાં કળિયુગી કાગડાના સમાચાર અને વિડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયાં છે. એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં આવેલા પાલઘર પાસે કોઈ વાડા નામના ગામમાં એક કાગડો પોપટની માફક બોલે છે.
આ કાગડો ઘાયલ અવસ્થામાં કોઈ મહારાષ્ટ્રીયન પરિવારના આંગણમાં પડેલો હતો અને આ પરિવારે માનવતા દાખવીને આ કાગડાનું લાલનપાલન કર્યું અને તેઓ આ કાગડાને પોતાના ઘરનાં સભ્યો જેવો ગણવા લાગ્યા છે. આ પરિવાર મહારાષ્ટ્રિયન હોવાથી આ કાગડો મરાઠી શબ્દો બોલવા લાગ્યો છે. સૌ કોઈ આ બોલતા કાગડાને જોવા અને સાંભળવા માટે તે પરિવારના ઘરે જવા લાગ્યા છે. લોકોએ કળિયુગનું આ નવું કૌતુક અને વિસ્મય જોયું અને જાણ્યું છે. અમુક શાસ્ત્રજ્ઞો તથા ભવિષ્યવેત્તાઓ એવું પણ ભવિષ્ય ભાખે છે કે, હજુ આગામી વર્ષોમાં, લોકોએ કળિયુગનું વરવું સ્વરૂપ જોવાનું બાકી છે. હજું પણ આપણને કળિયુગના ન ધારેલાં, ન વાંચેલાં, ન કલ્પેલાં, ન જોયેલાં અને ન સાંભળેલાં પરિણામો અને દ્શ્યો જોવા મળશે.
હાલોલ – યોગેશભાઈ આર જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
