શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક સંખ્યા 9 અધ્યાય 4
जन्म कर्म च मे िदव्यमेवं यो वेत्ति तत्त्वत:।
त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन।।
હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃિતને જાણે છે, તે આ શરીરને તજ્યા પછી આ ભોતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા સનાતન ધામને પામે છે.
અધ્યાય-18 ભગવદ ગીતાના શ્લોક 33માં ભગવાન કહે છે કે
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:
સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા, હું પાપોમાંથી ઉદ્વાર કરીશ. ડરીશ નહીં.
શાસ્ત્રોમાં ભગવાન પ્રાિપ્તના અનેક માર્ગો બતાવેલ છે. તેમાં ભક્તિયોગ સર્વશ્રેષ્ઠ છે. ભગવત્ પ્રાપ્તિ માટે યુગ ધર્મનું આલેખન શાસ્ત્રોમાં છે. દરેક યુગમાં જુદા જુદા યુગધર્મ છે. સતયુગનો યુગ ધર્મ તપસ્યા, ત્રેતાયુગનો યુગધર્મ યજ્ઞવિિધ, દ્વાપરયુગમાં પૂજનઅર્ચન તથા કલિયુગમાં નામ, જાપ કે સંકીર્તન યજ્ઞ.
ભગવત્ પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો તથા સાધના પધ્ધતિ છે તથા વિવિધ માર્ગો છે. જેના માગદર્શન માટે સદગુરુદેવ જેવા આર્ચાયની જરૂર. ગુરુદેવ આચાર્ય જ ભગવત્ પ્રાપ્તિનો સાચો રાહ બતાવે છે. ભગવાન ભક્તોની રક્ષા, ધર્મની સ્થાપના તથા અધર્મનો નાશ કરવા માટે દરેક યુગમાં અવતાર ધારણ કરીને આવે છે. કલિયુગ સિવાયના બીજા યુગોમાં ભગવાન અવતાર ધારણ કરી શાસ્ત્રો વડે દુષ્ટોનો સંહાર કરે છે. જયારે કલિયુગ સંપૂર્ણ રીતે અનિષ્ટોનો ભંડાર છે માટે આ યુગમાં ભગવાન શ્રી હરિ દુષ્ટોનો નાશ નથી કરતા પરંતુ તેનામાં રહેલ દુષ્ટ માનસિકતાના તત્ત્વોનો નાશ કરે છે તથા હરિનામની િશક્ષા થકી તે જીવાત્માનો ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી ચૈત્ન્ય મહાપ્રભુ રૂપે કલિયુગના પ્રારંભે અવતાર ધારણ કર્યો હતો તથા સંકીર્તન યજ્ઞ રૂપી હરિનામ મહામંત્રની પ્રસાદી જનજનમાં વહેંચી હતી.
શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જીવન
આજથી સદીઓ પહેલાં આજના પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં આવેલ નવદ્વીપ મંડળના માયાપુર ધામે ફાગણ સુદ પૂનમના સંધ્યા સમયે ગ્રહણ હોવાથી દ્વીપન લોકો ગંગાસ્નાન કરી રહ્યાં હતાં ત્યારે હરિબોલ, હરિબોલનો નાદ કરતા કરતા આનંદ પ્રાપ્ત કરી રહ્યા હતા તે સમય માતા શચીદેવ તથા પિતા જગન્નાથ િમશ્રાના ઘરે એક સુંદર અલૌલિક બાળક આ ધરા પર લીમડાના ઝાડ નીચે અવતાર ધારણ કરે છે કે જેને જનમાનસ દ્વારા શ્રી ચૈેતન્ય મહાપ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ લીમડાના ઝાડ નીચે થયો હોવાથી તેને લોકો િનમાઇ, ગૌરા અને સુંદર વર્ણના હોવાથી તેને ગૌરાંગ તરીકે પણ બોલાવતા હતા.
શ્ર ચૈતન્ય મહાપ્રભુ શરીરે તપેલા કંચન જેવા ગૌરવર્ણના હતા તેથી તેને ગૌરાંગ મહાપ્રભુ કહે છે. તેમના બાળપણનું નામ વિશ્વભર હતું. ભૂતકાળમાં ભારતમાં અનેક વિદ્વાન પંડિતો હતા. વિદ્યાક્ષેત્રે દિગ્વિજયી હતા. કેશવ કાશ્મીરી પંડિત જે કાશ્મીર રહેતા હતા ને વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગત હતા તે નવદ્વીપના પંડિતોને પડકારવા નવદ્વીપમાં આવ્યા હતા પરંતુ તે કિશોર પંડિત ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શાસ્ત્રાર્થમાં પરાજિત થયા હતા.
ગયામાં ઇશ્વરપુરીએ ચૈતન્ય મહાપ્રભુને દીક્ષા આપી.
ચૈતન્ય મહાપ્રભુના લગ્ન સ્રી લક્ષ્મીદેવી સાથે થયા. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જયારે પૂર્વ બંગાળનો પ્રવાસ કરતા હતા ત્યારે તેમની પત્ની લક્ષ્મીદેવીને સર્પદંશ થવાથી આ લોકનો ત્યાગ કરી પરલોક સિધાવ્યાં. લક્ષ્મીદેવીના અવસાનથી મહાપ્રભુના માતાજી અત્યંત દુ:ખી હતાં તેથી તેમણે માતાની વિનંતીથી વિષ્ણુપ્રિયા દેવી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. 24 વર્ષની ઉંમરે ચૈતન્ય મહાપ્રભુ નવદ્વીપ ધામ છોડી ફટક આવ્યા ત્યાં ગુરુ કેશવભારતી પાસે એકદંડી સંન્યાસી દીક્ષા લીધી. ત્યાર પછી તે શ્રીકૃષ્ણ ચૈતન્ય તરીકે ઓળખાયા. તે પહેલાં તે નિમાઈ પંડિત તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી ભારતભ્રમણ કરીને હરેકૃષ્ણ મહામંત્રનું લોકોમાં પ્રદાન કર્યું. ચૈતન્ય મહાપ્રભુએ હરેકૃષ્ણ મહામંત્ર ‘હરેકૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ રામ રામ હરે હરે ’નું સંકીર્તન આંદોલન ચલાવ્યું.
તેમના િશષ્યવંૃદમાં નિત્યાનંદ પ્રભુ, ગદાધરપંડિત,અદ્વૈત આચાર્ય તથા શ્રીનિવાસ પંડિત તથા અન્ય ભક્તવંૃદનો સમાવેશ થાય છે. તેમણે નવદ્વીપના અધર્મી એવા જગાઇ-મધાઇ જેવા મનુષ્યોનો પ્રેમથી ઉદ્ધાર કર્યો હતો. નગરે નગરે, ગામેગામે સંકીર્તનની ગુંજ ઊઠવા લાગી. તેમણે કલિયુગના જીવોના ઉદ્ધાર માટે ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થાપના કરી.
વૈષ્ણવ આચાર્ય લોચનદાસ કહે છે કે,
દેખો ઓરે ભાઈ, ત્રિભુવને નઇ
એમન દયાલદાતા.
પશુપંખી ઝુરે પાષાણવિદરે,
શુનિ જાર ગુણ ગાથા.
ચૈતન્ય મહાપ્રભુ જેવા દયાળુ, સમસ્ત ત્રિભુવનમાં અન્ય કોઇ નથી. એમના ગુણોની ગાથા સાંભળી સર્વ પશુપંખીની આંખોમાંથી પણ આંસુ આવી જાય છે અને પથ્થર પણ પીગળી જાય છે.
સાંજે જ ઝારખંડનાં જંગલોમાં ચૈતન્ય મહાપ્રભુને જોતાં હિંસક પશુઓ, વાઘ, સિંહ તથા જંગલના હાથીઓ પગ ઊંચા કરી હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! બોલતા હતા અને વાઘ તથા હરણ એકબીજાને ખભે ચઢી– આંખોમાંથી દિવ્યાનંદના આંસુ વહાવી રહ્યાં હતાં. ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ પુરી ક્ષેત્રમાં પોતાનું જીવન વ્યતીત કરી અંતે ટોટા ગોપીનાથમાં સમાઇ જઇ ધરતી પરની પોતાની લીલાને સમેટી હતી. એવું કહેવાય છે કે ચૈતન્ય સાત મંદિરો (સપ્ત દેવાલય) સહિત તમામ મહત્ત્વપૂર્ણ સ્થાનો શોધવામાં સફળ રહ્યા હતા, જેની આજે પણ વૈષ્ણવો મુલાકાત લે છે. વર્ષો સુધી મુસાફરી કર્યા પછી, ચૈતન્ય પુરી, ઓડિશામાં સ્થાયી થયા, જ્યાં તેઓ તેમના જીવનના અંતિમ 24 વર્ષ રહ્યા. ચૈતન્યને માત્ર તેમના પ્રખર ભક્તો અને અનુયાયીઓ દ્વારા જ નહીં પણ 16મી સદીના કેટલાક શાસકો દ્વારા પણ કૃષ્ણ તરીકે પૂજવામાં આવ્યા હતા.
ઉપદેશો
આઠ શ્લોકોની 16મી સદીની પ્રાર્થના ‘શિક્ષાસ્તકમ’ એ ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશોનો એકમાત્ર લેખિત રેકોર્ડ છે. ગૌડીય વૈષ્ણવ ધર્મના ઉપદેશો અને તત્ત્વજ્ઞાન આ સંસ્કૃત ગ્રંથ પર આધારિત છે.
ચૈતન્ય મહાપ્રભુએ તેમના ઉપદેશો અને ફિલસૂફી લખી ન હોવા છતાં, તેમણે તેમના કેટલાક અનુયાયીઓ (વૃંદાવનના છ ગોસ્વામીઓ) ને તેમના પોતાના લખાણોમાં તેમના ઉપદેશોને વ્યવસ્થિત રીતે રજૂ કરવા વિનંતી કરી હતી. કૃષ્ણના અન્ય અવતારોની જેમ તેણે કોઈ રાક્ષસને માર્યો ન હતો. મહાપ્રભુ હરે કૃષ્ણ મહામંત્ર પ્રકાશમાં લાવ્યા હતા.