Vadodara

વાલીઓને પૂરી ફી ભરવા કલાલીની DPS સ્કૂલના સંચાલકો દ્વારા દબાણના આક્ષેપ

વડોદરા : વડોદરામાં શાળાઓ ખુલતાની સાથે જ ખાનગી શાળા સંચાલકોની મનમાની સપાટી પર આવવા પામી છે.શહેરના કલાલી ખાતે આવેલ ડીપીએસ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને પૂરેપુરી ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે લેખિત રજુઆત કરી હતી. વડોદરા શહેરના કલાલી ખાતે આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના આક્ષેપ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રવક્તા દિપક પાલકરે કર્યા છે.તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા વાલીઓને પૂરેપુરી ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

વાલીઓ એફઆરસીના નિયમ મુજબ ફી ભરવા તૈયાર છે,તેમ છતાં શાળા સંચાલકો પોતાની જીદ વલણ અપનાવી પોતાની નક્કી કરેલ ફી ભરવા મજબુર કરવામાં આવે છે.અને જ્યાં સુધી વાલી ફી ના ભરે ત્યાં સુધી બાળકનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દઈ પરીક્ષા માંથી બાકાત રાખે છે. વાલીઓએ આ બાબતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું ધ્યાન દોરતા પેરેન્ટસ એસોસિએશનના અગ્રણીઓ દ્વારા શાળામાં રજુઆત કરવામાં આવી હતી.આ શાળામાં ધો.6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની વર્ષ 2019-20 અને 20-21 ની એફઆરસી પ્રમાણે ફી ભરેલ છે.હવે શાળા સંચાલકો ચાલુ વર્ષની 77,000 ફી માંગી રહ્યા છે.તમારે પૂરેપૂરી ફી ભરવી પડશે પછી આ વિદ્યાર્થીના કલાસ ચાલુ કરીશું તેમ જણાવતા અને પોતાનું અક્કડ વલણ દાખવતા આ મામલે શિક્ષણ અધિકારી અને એફઆરસી ઓફિસમાં લેખિતમાં જાણ કરી શાળા સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હોવાનું વીપીએના પ્રવક્તા દિપક પાલકરે જણાવ્યું હતું.

Most Popular

To Top