કાબુલ એરપોર્ટ (kabul airport) પર આતંકવાદી હુમલા (terrorist attack) બાદ સ્થિતિ ફરી પાછી પહેલા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લગભગ 16 કલાક બાદ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે અને લોકોને અફઘાનિસ્તાન (Afghanistan)થી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગુરુવારે થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત (death) થયા છે. જેમાં 90 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો સામેલ છે. સાથે જ 28 તાલિબાન (Taliban) પણ માર્યા ગયાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, હુમલામાં માર્યા ગયેલા 90 અફઘાનમાં 28 તાલિબાન પણ હતા. આ તમામ તાલિબાનીઓ એરપોર્ટની બહાર સુરક્ષામાં ઉભા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઘાયલોની સંખ્યા 1300 ને પાર કરી ગઈ છે.
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે બે આત્મઘાતી બોમ્બ ધડાકા (bomb blast) બાદ અમેરિકા (america)એ શુક્રવારે નવું એલર્ટ (alert) જારી કર્યું છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આતંકવાદીઓ કાર બોમ્બ સાથે બીજો વિસ્ફોટ કરી શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપનીના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પર બોમ્બથી વિસ્ફોટ થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ અમેરિકાએ કાબુલમાં તેના સૈનિકો અને નાગરિકોને એલર્ટ કર્યા છે.
હુમલો કરનાર આતંકવાદીની ઓળખ
બોમ્બ સાથે કાબુલ એરપોર્ટ પર હુમલો કરનાર આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, જે આતંકવાદીએ આ હુમલો કર્યો હતો, અબ્દુલ રહેમાન અલ-લોગરી ISIS- હક્કાની આતંકવાદી સંગઠનનો સભ્ય હતો.
અમારી પાસે IS-તાલિબાન લિંકના પુરાવા છે: સાલેહ
કાબુલમાં બે આત્મઘાતી વિસ્ફોટોના એક દિવસ બાદ અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનું નિવેદન આવ્યું. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે તાલિબાન અને હક્કાની નેટવર્કનું મૂળ IS જેવું આતંકવાદી સંગઠન છે. તાલિબાન ભલે IS સાથે ગઠબંધનને નકારતો રહે, પરંતુ અમારી પાસે તેના માટે તમામ પુરાવા છે. તાલિબાન આઇએસઆઇએસ સાથેના સંબંધોને તે જ રીતે નકારી રહ્યું છે જે રીતે પાકિસ્તાન ક્વેટા શૂરા પર કરી રહ્યું છે.
30 ઓગસ્ટની સાંજ સુધી અમેરિકન ધ્વજ ફરકાવવામાં આવશે
કાબુલ બોમ્બ ધડાકામાં 12 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 18 થી વધુ ઘાયલ થયા છે. વ્હાઈટ હાઉસ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આ શહીદોના સન્માનમાં 30 ઓગસ્ટની સાંજ સુધી અમેરિકન ધ્વજ ફરકાવવામાં આવશે.
બિડેને કહ્યું – અમે માફ નહીં કરીએ
કાબુલ બ્લાસ્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન આવ્યું છે એમણે કહ્યું- અમે માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. અમે તમને (આતંકવાદીઓ) શોધીશું અને તેનો હિસાબ લઈશું. બિડેને કહ્યું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથીબહાર કાઢી, અમે અમારા સાથીઓને અહીંથી હટાવીશું બાદમાં અમારું મિશન ચાલુ રહેશે.