કાબુલ: (Kabul) અફઘાનીસ્થાનના (Afghanistan) કાબુલ શહેરમાં સોમવારે બપોરે બૉમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. શહેરની ‘સ્ટાર એ નૌ’ હોટલને હુમલાવરોએ (Attackers) નિશાન બન્વ્યું હતું. આ હોટલને ચાઈનીઝ હોટલના (Chinese Hotel) નામથી મશહૂર છે. જ્યાં વરિષ્ઠ ચાઇનીઝ અધિકારીઓ અવાર-નવાર રોકાય છે. જો કે આ હુમલો કોણે કર્યો તે હજુ જાણવા નથી મળ્યું અને હુમલાવરોની ઓળખ પણ હજી સુધી થઇ શકી નથી. બપોરના અરસામાં હોટલના રિસેપ્શન એરિયામાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો અને બૉમ્બનો ધમાકો થયો હોવાનો અવાજ પણ આવ્યો હતો.
ચાઈનાના ઉદ્યોગપતિઓ મોટા ભાગે આ હોટલમાં રોકાય છે
હુમલા અંતર્ગત સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચાઈનાના ઉદ્યોગપતિઓ મોટા ભાગે આ હોટલમાં આવીને રોકાય છે. આ હુમલાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. સ્થાનિક મીડિયાના ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે ‘કાબુલ શહેરના શેરનો વિસ્તારમાં આવેલ ચીનની એક હોટલ પર હુમલો કરવામાં આવ્યો છે’ હોટલની અંદર ઘૂસેલા કેટલાક હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
હુમલાખોરો લોકોને અંદર બંધક બનાવવાની યોજના બનાવી રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ હુમલાખોરો આંધધૂં રીતે ગોળીબાર કરીને હોટલમાં ઘુસ્યા હતા. સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની તે હોટલમાં ચીની ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ અવારનવાર આવતા-જતા રહે છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો લોકોને અંદર બંધક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. હુમલો થયા બાદ ઘટના સ્થાળ ઉપર જવાના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણકારી સ્થનિય મીડિયા દ્વારા આપવામાં આવી હતી.
ભારતની તાજ હોટલમાં પણ આતંકવાદીઓ આ રીતેજ ઘૂસ્યા હતા
ઉલ્લેખનીય છે કે ભારતમાં મુંબઈની તાજ હોટલમાં પણ આજ રીતે આંકકવાદીઓ ઘૂસ્યા હતા. ભારતમાં પણ 26 નવેમ્બર 2008ના રોજ AK-47 લઈને આવેલા આતંકવાદીઓએ મુંબઈની અનેક ઈમારતોને નિશાન બનાવી હતી. આજે જે રીતે આ હુમલાખોરો હોટલમાં ઘૂસ્યા છે, એ જ રીતે 2008માં પણ આતંકવાદીઓ હાથમાં બંદૂક લઈને મુંબઈની હોટેલ તાજમાં ઘૂસ્યા હતા. તે સમયે આતંકીઓએ બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવ્યા હતા. કાબુલથી અવારનવાર હુમલાના સમાચાર આવે છે.
આપને જાણવી દઈએ કે,થોડા દિવસો પહેલા પણ કાબુલમાં હુમલાની ખબરો આવી હતી.આથી પહેલા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાની દૂતાવાસમાં હુમલો થયો હોવાની ઘટના પણ હાઉ તાજી જ છે.