વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર મોદીજી સંભાળે છે. અત્યાર સુધીના વડા પ્રધાનોમાં વધુમાં વધુ ચર્ચિત વડાપ્રધાન હોય તો તે નરેન્દ્ર મોદીજી છે. હવે તો ચર્ચાપત્રીઓ પણ વખાણે અને વગોળે પણ છે!
આપણે જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ. તા.31-1-19, 84 તથા તા.21-5-1991-92 ભારતીય ઇતિહાસમાં ‘ગોઝારો’ દિવસ લખાઇ ચૂકયો. પોતાના જ અંગરક્ષકો દ્વારા ઇંદિરા ગાંધી દેશના વડાપ્રધાન ગોળીઓથી વીંધાયા. વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ એજ વાટે ‘ધનુ’ નામની મહિલાએ વળાવી દીધો. પોતે પણ મરી ચૂકી. બસ ત્યારથી જ જાણે કે દેશમાંથી પ્રમાણિકા ફરજ નિષ્ઠા, નીતિમત્તા ચાલી ગઇ છે.
જેથી વિરોધીઓ નરેન્દ્ર મોદીજીને દોષી ગણે એ યોગ્ય નથી. ધારાસભ્યો- સંસદ સભ્યો, કોંગ્રેસમાં પણ ખરીદાતા હતા અને ભાજપના રાજયમાં પણ ખરીદાય છે. વળી બીજી વાત કરું તો ચર્ચાપત્રીઓએ ન્યાયાધીશો માટે માનપૂર્વક લખવું જોઇએ કે બોલવું જોઇએ. એ આપણી અદાલતી સંહિતા છે.
નમાલા- ડરપોક- ભ્રષ્ટ કહેવું એ ભારતીય નાગરિકને શોભે નહિ. યાદ રહે સર્વોચ્ચ અદાલતના આદરણીય ન્યાયાધીશોએ જીવદયા- પ્રાણીદયા પ્રેમીઓના ‘કેસ’નો નિકાલ કરતાં કહ્યું હતું. કબીરા તેરી ઝોંપડી ‘કટગલિયન’ (કસાઇની દુકાન- કસાઇ ઘર) કે પાસ જૈસી કરણી વૈસી ભરની તું કયોં ભયે ઉદાસ? ‘ભૂત’અને ‘પલિત’ના બીજ તો ઇંદિરા ગાંધીના સમયથી જ રોપાયાં હતાં.
વડસાંગળ -ડાહ્યાભાઇ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.