ભારતની નવી સ્પ્રિન્ટર તરીકે ઊભરી રહેલી જ્યોતિ યારાજીએ જાણે કે 100 મીટરની વિઘ્ન દોડમાં નેશનલ રેકોર્ડ તોડવાને જાણે કે પોતાની આદત બનાવી દીધી હોય તેવું લાગી રહ્યુ છે. જ્યોતિએ યુકેના લોફબરોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ મીટમાં ટાઇટલ જીતવા દરમિયાન બે અઠવાડિયા કરતાં ઓછા સમયમાં બીજી વખત મહિલા 100 મીટર વિઘ્ન દોડનો નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. આંધ્રપ્રદેશની 22 વર્ષીય યુવતીએ રવિવારે 13.11 સેકન્ડના સમય સાથે 13.23 સેકન્ડના પોતાના જ નેશનલ રેકોર્ડમાં સુધારો કર્યો હતો, જે તેણે 10 મેના રોજ લિમાસોલમાં સાયપ્રસ ઇન્ટરનેશનલ મીટ દરમિયાન સેટ કર્યો હતો. જ્યોતિના પિતા સૂર્યનારાયણ અંગત સુરક્ષા ગાર્ડ છે જ્યારે તેની માતા કુમારી લોકોના ઘરનું કામ કરે છે.
આવા નીચલા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી જ્યોતિ ભુવનેશ્વરમાં રિલાયન્સ ફાઉન્ડેશન ઓડિશા એથ્લેટિક્સ હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં જોસેફ હિલિયર હેઠળ તાલીમ લઇ રહી છે અને તેણે 2002માં અનુરાધા બિસ્વાલે સ્થાપેલો 13.38 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યોતિએ ગયા મહિને કોઝિકોડમાં ફેડરેશન કપમાં પણ 13.09 સેકન્ડનો સ્કોર કર્યો હતો, પરંતુ પવન રેકોર્ડિંગ સમય માટે માન્ય મર્યાદા કરતાં વધુ ઝડપથી ફૂંકાઈ રહ્યો હોવાથી, તેનો આ રેકોર્ડ માન્ય ગણાયો નહોતો અને તે સમયે તેના એ રેકોર્ડને નેશનલ રેકોર્ડ માનવામાં આવ્યો ન હતો. તે સમયે પવનની ઝડપ વત્તા 2.1 મીટર પ્રતિ સેકન્ડ હતી જે પ્લસ બે મીટર પ્રતિ સેકન્ડની નિર્ધારિત માપદંડની મર્યાદા કરતાં વધુ હતી.
જ્યોતિએ 2020માં કર્ણાટકના મૂડબિદ્રીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં બિસ્વાલના રાષ્ટ્રીય રેકોર્ડ કરતાં બહેતર પ્રદર્શન કરીને 13.03 સેકન્ડનો સમય લીધો હતો,, પરંતુ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેનું ટેસ્ટીગ કર્યું નહોતુ અને સાથે જ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ટેકનિકલ પ્રતિનિધિ પણ ત્યાં હાજર ન હોવાથી ત્યારે પણ તેના એ પ્રદર્શનને નેશનલ રેકોર્ડ તરીકે ગણવામાં આવ્યું ન હતું. મંગળવારે સાંજે લિમાસોલમાં સાયપ્રસ ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ મીટમાં જ્યોતિ યારાજીએ મહિલાઓની 100 મીટર હર્ડલ્સ રેસમાં ફિનિશ લાઈન પાર કર્યા પછી કોચ જેમ્સ હિલિયરે સૌથી પહેલું કામ પવનની ગતિના સમયને તપાસવાનું હતું.
તેમણે કહ્યું હતું કે તે એકદમ શાંત સાંજ હતી પરંતુ હું ખાતરી કરવા માંગતો હતો કે બધું જ કાયદેસર છે કે નહીં. તે સમયે પવનનું માપ લગભગ .1m/s ની ઝડપ હતું જે કાયદેસર હોવાથી હિલિયરે રાહતનો શ્વાસ લીધો, કારણ કે આખરે 13.23 સેકન્ડના સમય સાથે સાયપ્રસમાં ગોલ્ડ જીતનાર યારાજીએ સાથે જ નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ બે વાર, આંધ્રપ્રદેશ અને વિશાખાપટ્ટનમમાં 22 વર્ષીય જ્યોતિએ ઓડિશાની અનુરાધા બિસ્વાલ દ્વારા 20 વર્ષ પહેલાં સેટ કરેલા 13.38 સેકન્ડના જૂના નેશનલ રેકોર્ડ કરતાં ઓછો સમય લીધો હતો જો કે બંને પ્રસંગોએ રેકોર્ડ અમાન્ય ગણાયો હતો.
સૌથી પહેલા 2020 માં જ્યારે યારાજીએ મૂડબિદ્રીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતવા માટે 13.03 સેકન્ડમાં ધમાકેદાર દોડ લગાવી હતી. જોકે રેકોર્ડની ગણતરી કરવામાં આવી ન હતી કારણ કે નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) એ ચેમ્પિયનશિપમાં તેણીનું પરીક્ષણ કર્યું ન હતું અને ઇવેન્ટમાં એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (AFI) તરફથી કોઈ તકનીકી પ્રતિનિધિ હાજર નહોતા. ડોપ ટેસ્ટ અને AFI ટેકનિકલ ડેલિગેટ એક મીટમાં નિરીક્ષક તરીકે ફરજિયાત છે જે ભારતમાં સેટ થયેલા રેકોર્ડને બહાલી આપે છે અને તેના કારણે જ્યોતિના એ રેકોર્ડને માન્યતા મળી નહોતી.
ગયા મહિને, જ્યોતિએ કોઝિકોડમાં ફેડરેશન કપમાં 13.08 સેકન્ડનો સમય લીધા પછી વિચાર્યું હતું કે તેણે નવો રેકોર્ડ બનાવી લીધો છે, પરંતુ +2.1m/s ની ટેલવિન્ડને કારણે તે સમયે પણ તેના રેકોર્ડને માન્યચા મળી નહોતી. તે કોઝિકોડની રેસ પછી રડી પડી હતી. તેના કોચે કહ્યું હતું કે મેં તેણીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બંને પ્રસંગોએ તેના રેકોર્ડને માન્યતા ન મળી તેના માટે તે નહીં પણ તેનું નસીબ જવાબદાર છે. ભુવનેશ્વરમાં રિલાયન્સ ફાઉન્ડેશન હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં કોચ હિલિયરે કહ્યું હતું કે તેના માટે કદાચ તે એક સારી બાબત હતી કારણ કે નસીબ કારકિર્દી કરતાં સરેરાશ તરફ વળે છે. બે વાર નસીબે તેને હાથતાળી આપ્યા પછી પણ તે લાગી રહી અને આજે તેણે જાણે કે નેશનલ રેકોર્ડ તોડવાને જાણે કે પોતાની આદત બનાવી લીધી હોય તેમ તે સતત તેમાં સુધારો કરતી જઇ રહી છે.