National

જસ્ટિસ સૂર્યકાંત બન્યા દેશના 53માં મુખ્ય ન્યાયાધિશ, જાણો તેમના વિશે..

આજે સોમવારે સવારે 10 વાગ્યે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંત શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા. G-20 સમિટમાં હાજરી આપીને જોહાનિસબર્ગથી પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સમારોહમાં હાજર રહ્યા હતા. રાજનાથ સિંહ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ન્યાયાધીશ સૂર્યકાંતના CJI તરીકે શપથ ગ્રહણ સાથે દેશના સર્વોચ્ચ ન્યાયિક કાર્યાલયમાં તેમનો 15 મહિનાનો કાર્યકાળ આજથી શરૂ થયો.

ચીફ જસ્ટિસ ગવઈની ભલામણને પગલે રાષ્ટ્રપતિએ “બંધારણના અનુચ્છેદ 124 ની કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને” ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતની નિમણૂક કરી . ન્યાયાધીશ ગવઈએ રવિવારે 65 વર્ષની ઉંમરે CJI પદ છોડી દીધું. તેમણે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવાની પરંપરા જાળવી રાખી.

સીજેઆઈ સૂર્યકાંતનો જન્મ હરિયાણામાં થયો હતો.
CJI સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે 1984 માં હિસારમાં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી અને પછી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે ચંદીગઢ ગયા હતા. આ સમય દરમિયાન તેમણે યુનિવર્સિટીઓ, બોર્ડ, કોર્પોરેશનો, બેંકો અને હાઈકોર્ટનું પ્રતિનિધિત્વ કરતા બંધારણીય, સેવા અને નાગરિક બાબતોની વિશાળ શ્રેણી સંભાળી.

સીજેઆઈ સૂર્યકાંતની આખી સફર

  • જુલાઈ 2000 માં સૂર્યકાંતને હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા.
  • ત્યાર બાદ તેમને 2001 માં વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા અને 9 જાન્યુઆરી 2004 ના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા.
  • ન્યાયાધીશ સૂર્યકાંત ઓક્ટોબર 2018 થી 24 મે 2019 ના રોજ સુપ્રીમ કોર્ટમાં બઢતી સુધી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.
  • નવેમ્બર 2024 થી, તેઓ સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા.
  • તેમણે 24 નવેમ્બર 2025 ના રોજ સવારે 10 વાગ્યે દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

Most Popular

To Top