‘જો હું યુનિવર્સિટીમાં કુલપતિ હોત કે શિક્ષણ બોર્ડનો ચેરમેન હોત તો મેં આ જોઇને રાજીનામું આપ્યું હોત!’ અમારા એક શિક્ષણવિદ મિત્ર ગુસ્સાથી અભિવ્યકિત કરી રહ્યા હતા. તેમનું માનવું હતું કે જૂનીયર કલાર્કની પરિક્ષા ને તલાટીની પરિક્ષાનો જે માહોલ ગુજરાતમાં સર્જાયો છે તેણે શિક્ષણ બોર્ડના પ્રમાણપત્ર કે યુનિવર્સિટી દ્વારા અપાતી ડીગ્રીઓનું અધ:પતન સજર્યું છે! અધુરામાં પુરૂ અપરિપકવ સમાચાર ચેનલોએ ચુંટણીના સમાચાર જેવો ગરમાગરમ માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો તે તો ખરેખર શરમજનક છે!
આપણે કયાં જઇ રહ્યા છીએ? અમદાવાદ, સુરત, રાજકોટ કે મહેસાણામાં લાખો રૂપિયા ફી ભરીને ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં જે બાળકોના એડમીશન થઇ રહ્યા છે તેમના માતા-પિતાને પૂછો કે શું આવનારા વર્ષોમાં તમારા બાળકને જૂનિયર કલાર્ક, તલાટી કે બીન સચીવાલયની પોસ્ટની પરિક્ષા માટે ભણાવી રહયા છો? ભારતમાં અતિવસ્તીની સમસ્યા છે પણ તે આજની નથી. 1970-75માં પણ અતિ વસ્તી હતી જ! ભારતમાં શિક્ષત બેકારીનો પ્રશ્ન છે જ પણ તે આજનો નથી. પણ સ્પર્ધાત્મક પરિક્ષાઓ, તેના પેપરકાંડ… તેમા ભરતીના ડમી કાંડ અને ડમીકાંડને ખુલ્લા પાડવાના તોડકાંડને કારણે આ એક દિવસની પરિક્ષાનું મહત્વ એવું વધી ગયું છે કે આપણા નિયમીત શિક્ષણ અને તેના પ્રમાણપત્ર કે માર્કશીટની કોઇ કીંમત જ નથી રહી!
દુનિયાના કોઇ દેશમાં આવું નહિં હોય! અરે ભારતના ઘણા રાજયમાં આવું નહીં હોય! આપણે શિક્ષણ અને સમાજની ચર્ચામાં ઘણીવાર આ બાબત ચર્ચી ચૂકયા છીએ કે આપણી યુનિવર્સિટી દ્વારા જે માર્કશીટ આપવામાં આવે છે તેના આધારે આપણા રાજયમાં એક ‘કારકૂન’ની નોકરી મળી શકતી નથી તો આ ‘ડીગ્રીનો મતલબ શું?’ અને આ ડીગ્રી આપનાર યુનિવર્સિટીના કુલપતિનું મહત્વ શું? વળી ગુજરાતની ખ્યાતનામ યુનિવસરિટીઓમાં ગ્રેજયુએટ થયેલા લાખો ઉમેદવારો જો જૂનિયર કલાર્ક તલાટી કે ટાટ-ટેટની પરીક્ષામાં સાવ જ ‘નપાસ’ થતા હોય તો આ ‘ડીગ્રી’ પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય?
ભારતમાં વહિવટીય મદદમાં સ્થાનિક લોકો મળી રહે તે માટે અનગ્રેજોએ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ શિક્ષણ બાદ તેમણે પરિક્ષા લઇ આપણને ડીગ્રી આપવાનું શરૂ કર્યું. વળી ભારતમાં ભણીગણીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માંગતા લોકોની પણ તેમણે પરિક્ષા લઇને પ્રવેશ આપવાનું નક્કી કર્યું! વિદેશમાં ભણવા જઇએ ત્યારે જે તે દેશની સરકાર આપણી યુનિવર્સિટીની ડીગ્રી પર વિશ્વાસ ન કરે તે સમજી શકાય! પણ હવે તો આપણી સરકારને આપણી યુનિવર્સિટીની ડીગ્રી પર વિશ્વાસ નથી! રાજયમાં અનેક સરકારી અને સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીઓ છે. આ તમામ ડિગ્રી આપે છે. આ તમામ ડિગ્રી સરખી હોવા છતાં તેની ગુણવત્તામાં ફેર છે. અરે જુદી જુદી યુનિવર્સિટીના ગ્રેજયુએટ યુવકની ગુણવત્તા જુદી જુદી હોય પણ એક જ યુનિ.ના ગ્રેજયુએટ યુવાનોની ગુણવત્તા પણ જુદી જ હોય છે!
ગુજરાતમાં રોજગારી માટે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ અને સમાજની માનસીકતા માટે સામાજિક સંશોધન પણ થવા જોઇએ! દુનિયાની દૃષ્ટિએ આ અત્યંત હાસ્યાસ્પદ બાબત છે કે રાજયમાં એક જૂનિયર કલાર્કની પરિક્ષા માટે પોલીસ રક્ષણથી માંડીને મિડિયાના લાઇવ પ્રસારણનો તમાશો સર્જાય છે. એક જીલ્લાના વિદ્યાર્થીને બીજા જીલ્લામાં પરિક્ષા આપવા જવું પડે છે. પરિક્ષાના પેપરનું છપાય ત્યાંથી માંડીને પરિક્ષા ખંડમાં પહોંચે ત્યાં સુધી મોનેટરીંગ જીપીએસ સિસ્ટમથી કરવું પડે છે. ઉમેદવારોની ચકાસણી વિવેકભાન ભૂલીને થાય છે! અને આ બધા જ ધમપછાડાના અંતે!
બે ત્રણ વરસ પછી ખબર પડે છે કે નોકરી મેળવનારા ઉમેદવારો તો પરિક્ષામાં બેઠા જ ન હતા! વળી ડમીકાંડની તપાસનો ધમધમાટ ચાલે છે! આ સ્થિતિ ગંભીર છે! આનો એક લીટીમાં ઉકેલ નથી! અનેક પરિબળો પર અસરકારક કામગીરી કરવાની જરૂર છે! સૌ પ્રથમ મુદ્દો તો લેખની શરૂઆતમાં લખ્યો તે છે! આપણી યુનિવર્સિટીઓએ ચણા-મમરાની જેમ ડિગ્રીઓ વહેંચવાનું (વેચવાનું?) શરૂ કર્યું છે તે અટકાવવું પડશે! સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીઓએ પૈસા ભરો ડીગ્રી મેળવોની જે નીતિ બનાવી છે તેના પર નિયંત્રણ મૂકવું પડશે.
શિક્ષણ અઘરૂ થવાના બદલે મોંઘું થયું છે. ઉંડાણવાળુ થવાને બદલે લાંબુ વરસો વરસ ચાલે તેવું થયું છે! શિક્ષણ નબળું અને પરિક્ષણ તો માત્ર મજાક! જે સતકરતા જે કડકાઇથી આ પરિક્ષાઓ લેવાઇ તે જ કડકાઇથી યુનિ.ની ડિગ્રી પરિક્ષા લેવાય તો? કદી વચાર્યું છે કે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડના યુવાને ભારતમાં આવવા ઇલટાસ, તોફેલની પરિક્ષા કેમ આપવી નથી પડતી? કદાચ આપે તો પણ તેમને અઘરી નથી પડતી?
આપણે મૂળભૂત અને ગુણવત્તાયુકત શિક્ષણની દરકાર કરવાની જરૂર છે. ‘આપણાં ગ્રેજયુએટ યુવાનને એક અરજી કરતા નથી આવડતું’ એવું સાંભળીએ તયારે તે યુવાન કરતા તેને ગ્રેજયુએટ તરીકે પદવી આપનારા અધ્યાપકો અને યુનિવર્સિટીની મૂલ્યાંકન પ્રથા પર વધારે પ્રશ્નો સર્જાય છે! છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સતત નબળી પડતી જાય છે. વ્યવસાયલક્ષી અને રોજગારલક્ષી થવાના કારણે ગુજરાતનો ભદ્ર વર્ગ જ્ઞાનલક્ષી થતો નથી. બધા જ પરિક્ષા પાસ કરવા પૂરતી તૈયારીમાં પડયા છે. ‘અંદરથી માણસને મજબૂત કરે તેવા જ્ઞાનની વાત હવે આદર્શવાદી અને હાસ્યાસ્પદ બનવા લાગી છે. ‘મારે કોઇ પરિક્ષા નથી આપવી, કોઇ નોકરી માટે નથી દોડવું છતાં મને આટલુ તો આવડવુ જ જોઇએ.
મારા રોજિંદા જીવનને સમૃધ્ધ બનાવવા આ જ્ઞાન તો જરૂરી જ છે! એવું માનીને અભ્યાસ કરનારા કેટલા? હાલમાં જ નવ લાખ યુવાનોએ કલાર્ક અને તલાટીની પરિક્ષા આપી છે. બસ એક જ મહિના પછી ફરી તેમની પરિક્ષા લો! અચાનક લો અને સાવ સામાન્ય રોજીંદા જીવનના પ્રશ્નો પૂછો. સમવાય તંત્ર એટલે શું? મૂળભૂત માનવ અધિકારો એટલે શું? ગુજરાતમાં કેટલા જિલ્લા? જિલ્લા કલેકટર અને મામલતદારમાં શું તફાવત?’ હજુ મહિના પહેલા જ પરિક્ષા માટે તનતોડ મહેનત કરનારા યુવાનો ‘સાવ સામાન્ય જ્ઞાન’ની પરિક્ષામાં ગોથુ ખાઇ જશે!
આ પરિસ્થિતિ જ બતાવે છે કે આપણે રોજગારલક્ષી જ્ઞાનમાંથી હવે તો પરિક્ષાલક્ષી જ થઇ ગયા છીએ. વાચન અને વિચાર આપણા જીવનમાંથી ઓસરવા માંડયું છે! મોબાઇલ અને ટુકા મનોરંજનમાં મગ્ન યુવા પેઢીને નિરાંતે ગ્રહણ કરવું પડે તેવું જ્ઞાન જોઇતું જ નથી! જે નવ લાખ યુવાનો કારકૂનની પરિક્ષા આપે છે તે જ નવ લાખ તલાટીની પરિક્ષા પણ આપે છે. આ ભીડ છે જે આમથી તેમ ફરે છે! રૂપિયા માટે નોકરી જરૂરી છે અને નોકરી મેળવવા માટે પરિક્ષા આપવી પડે છે અને સરકારે દરેક નોકરી માટે એક અલગ પરિક્ષાનું નાટકીય તંત્ર ગોઠવ્યું છે. જે જીપીએસસી પાસ છે તે જૂનિયર કલાર્ક માટે યોગ્ય નથી! તેણે ફરી પરિક્ષા આપવાની છે! આખો સમાજ વિચાર વિહીન ટોળુ થતો જાય છે! પ્રશ્ન માત્ર પ્રશ્નપત્રમાં છે. મન મસ્તિસ્કમાં નથી! ગુજરાતમાં છેલ્લા મહિનામાં લેવાયેલ બે રોજગારલક્ષી પરિક્ષાનું જે પરિણામ આવે તે પણ આપણું શિક્ષણ તંત્ર અને સમજ તો નપાસ થઇ ચૂકયા છે તે સપાટ વાત છે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.