Charchapatra

જુનિયર ક્લાર્ક – તલાટી પરીક્ષા

રાજયભરમાં રવિવારના રોજ યોજાયેલ તલાટી કમ પંચાયત મંત્રીની પરીક્ષા અને અગાઉ લેવાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર નિર્વિધ્ને, સફળતાપૂર્વક પાર પડી અને લગભગ બધાએ હાશકારો અનુભવ્યો. પંચાયત સેવા મંડળના પ્રભારી અને આઇપીએસ અધિકારી માનનીયશ્રી હસમુખભાઇ પટેલ સાહેબનું જડબેસલાક આયોજન અને તેનું અમલીકરણ કરનાર ટીમને તથા જે પોલીસ મિત્રો અને અન્ય લોકોએ ઉમેદવારોની નિસ્વાર્થભાવે મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી તેમને સાચા દિલથી અભિનંદન. માનનીયશ્રી હસમુખભાઇ સાહેબને વિનંતી કે શકય હોય તો હવે પછીની પરીક્ષાઓમાં ઉમેદવારોને જિલ્લા ફેર કરવામાં ન આવે અને પોતાના જ જિલ્લામાં પરીક્ષા આપે એવું આયોજન કરવામાં આવે જેથી ગેરહાજર ઉમેદવારોની સંખ્યા ઘટે અને એમને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે એવી અપેક્ષા.
સુરત     – મિતેશ પારેખ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ગાંધીસ્મૃતિ ભવન ફરી બનવું જ જોઈએ
હાલમાં સૂરત શહેરની મધ્યમાં નાનપુરા ખાતે આવેલ ‘‘ગાંધીસ્મૃતિ ભવન’’ ના ટેન્ડરની વાતો ચાલી રહી છે. તેમાં મળતી માહિતી મુજબ ફરી પાછી 800 સીટની કેપેસીટીવાળું ઓડીટોરીયમ બનવા જઈ રહ્યું છે, તો સૂરતની વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈ, તેમજ આજે મધ્ય વિસ્તારમાં એક પણ ઓડીટોરીયમ નથી ત્યારે 1100 થી 1200 સીટની બેઠકની ક્ષમતાવાળું નવા ‘‘ગાંધીસ્મૃતિ ભવન’’નું પ્લાનિંગ જરૂર કરવું રહ્યું. આશા રાખીએ કે એસ.એમ.સી. નવા ગાંધીસ્મૃતિ ભવનની ક્ષમતા 1100 – 1200 સીટની રાખજો. પ્લાનિંગ કરો. આ સાથે બને તેટલું ઝડપથી બાંધવાનું પ્લાનિંગ કરી જેટલું જલ્દી પ્રજા માટેનું ખુલ્લું મુકાય તે જરૂરથી જુઓ.
– ડો. વિનોદ સી. શાહ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top