નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી (Bollywood actress) જુહી ચાવલા (Juhi chawla) દ્વારા મોબાઇલ ફોન્સની 5 જી ટેક્નોલોજી (mobile 5g tech)ને લઈને દિલ્હી હાઈકોર્ટ (Delhi high court)માં દાખલ કરેલી અરજી (Plea)ને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવી (Reject) દેવામાં આવી છે. આ સાથે કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ (charge) પણ ફટકાર્યો છે.
ન્યાયાધીશ જેઆર મીધાની ખંડપીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અરજદારે આખી કોર્ટ ફી (court fee) પણ જમા કરાવી નથી, જે દોઢ લાખથી ઉપર છે. તેમને એક અઠવાડિયામાં આ રકમ ચૂકવવાનો આર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આખી પિટિશન કાયદાકીય સલાહ પર આધારિત છે જેમાં કોઈ તથ્યો નાખવામાં આવ્યા નથી. અરજદારે પ્રચાર માટે કોર્ટનો કિંમતી સમય બગાડ્યો છે. આ તે હકીકતથી સ્પષ્ટ થાય છે કે તેણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક તેના ચાહકો સાથે શેર કરી હતી.
જુહી ચાવલાને કોર્ટની કાર્યવાહીનો દુરૂપયોગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદાર પોતે જાગૃત નથી કે આ તથ્યો પર અરજી કરવામાં આવી છે. તે સંપૂર્ણ રીતે કાનૂની સલાહ પર આધારિત હતી, જે પ્રસિદ્ધિ માટે ફાઇલ કરવામાં આવી હતી. અભિનેત્રી જુહી ચાવલાએ સોમવારે દેશમાં 5 જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર કિરણોત્સર્ગના પ્રભાવથી સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ મામલો સુનાવણી માટે ન્યાયમૂર્તિ સી હરીશંકર સમક્ષ આવ્યો હતો, જેમણે બીજી જૂને સુનાવણી માટે આ મામલો બીજી બેંચમાં ટ્રાન્સફર કર્યો હતો.
જાણો જુહીની પિટિશનમાં શું છે ?
જુહી ચાવલાની પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે 5 જી વાયરલેસ ટેકનોલોજીની યોજનાથી મનુષ્ય પર ગંભીર, ઉલટાવી શકાય તેવી અસરો અને પૃથ્વીના તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થવાની શક્યતા રહેલી છે. જુહી ચાવલા, વિરેશ મલિક અને ટીના વાછાણીએ અરજી દાખલ કરી છે કે જો ટેલિકોમ ઉદ્યોગની 5 જી યોજનાઓ પૂર્ણ થાય છે, તો પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પ્રાણી, કોઈ પક્ષી, કોઈ જીવજંતુ અને કોઈપણ છોડ તેના વિપરીત અસરોથી બચી શકશે નહીં.