નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્ર(Law) આરોપીઓને સજા(Punishment) આપવામાં ઘણો સમય(Time) લઈ લે છે. જેથી પીડિતને(Victime) ન્યાય વહેલો મળી શકતો નથી. પરંતુ જ્યારે પીડિતને યોગ્ય ન્યાય મળે છે ત્યારે સમગ્ર દેશને(Nation) ફરી ન્યાયતંત્ર(LawSystem) ઉપર વિશ્વાસ(Trust) વધી જાય છે. આવો જ એક ચુકાદો(Judgement) આજે આવ્યો છે. દિલ્હીની(Delhi) સાકેત કોર્ટે ટીવી પત્રકાર સૌમ્યા(Journalist Saumya) વિશ્વનાથન હત્યા(Murder) કેસમાં પાંચેય આરોપીઓને દોષિત જાહેર(Declared) કર્યા છે.
લગભગ 15 વર્ષ પહેલા સૌમ્યા વિશ્વનાથનની ઓફિસથી ઘરે પરત ફરતી વખતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. છેલ્લા 13 વર્ષમાં આ કેસમાં 320 સુનાવણી થઈ છે. ત્યારે આ સ્થિતિમાં સૌંયાની માતા એ કહ્યું, ‘અમારી દીકરી ગઈ. અમારા માટે મહત્વનું છે કે આવું કોઈની સાથે ન થાય, નહીં તો આરોપીઓની હિંમત વધી જશે. ગેંગના ઓછામાં ઓછા એક વ્યક્તિનેતો મારી દીકરીના મર્ડરની કિંમત ચૂકવવી પડશે.’ દિલ્હીની પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યાના આરોપીઓને દોષિત ઠેરવવા પર માતા આટલુજ કહેતા ભાવુક થઈ ગયા હતા. આજે પણ તેમની આંખો ભીની હતી. 15 વર્ષ પછી પણ દીકરીને ગુમાવવાનું દુ:ખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાની પુત્રીના હત્યારાઓ માટે શું સજા ઈચ્છે છે, તો તેમણે કહ્યું, ‘તેમને આજીવન કેદ મળવી જોઈએ.
સૌમ્યાને ચાલતી ગાડીમાં ગોળી મરવામાં આવી હતી
સૌમ્યા વિશ્વનાથનની સવારે 3.30 વાગ્યે જ્યારે તે પોતાની કારમાં ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે હત્યા કરવામાં આવી હતી. સૌમ્યાને ચાલતા વાહનમાં ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યાનો હેતુ લૂંટનો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં પાંચ આરોપી રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીની ધરપકડ કરી હતી. માર્ચ 2009માં બીપીઓ કર્મચારી જિગીશા ઘોષની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા રવિ કપૂર અને અમિત શુક્લાએ પૂછપરછ દરમિયાન સૌમ્યાની હત્યાની કબૂલાત કરી હતી. આ હત્યા કેસની સુનાવણી 16 નવેમ્બર 2010ના રોજ દિલ્હીની સાકેત કોર્ટમાં શરૂ થઈ હતી.
26મીએ સજા અંગે થશે ચર્ચા
સજા પર ચર્ચા માટે તારીખ 26 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમારને હત્યાના દોષી ઠરાવવામાં આવ્યા છે. અજય સેઠીને આઈપીસી 411 હેઠળ અપ્રમાણિકપણે ચોરીની સંપત્તિ મેળવવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યો છે.