National

Anant-Radhika Wedding Video: અનંત અંબાણી વરઘોડો લઈ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ખૂબજ ધૂમધામથી મુંબઈના વરસાદી ઠંડા વાતાવરણમાં અનંતનો વરઘોડો જીયો વર્લ્ડ જવા નિકળ્યો હતો.

લગ્નનો સરઘસ અંબાણીના મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયાથી નીકળીને Jio વર્લ્ડ સેન્ટર પહોંચ્યો છે.

અહીં પાઘડી બાંધવાની વિધિ કરવામાં આવી હતી. આ પછી ‘મિલની’ સમારોહ થશે. ‘મિલની’ સમારોહ બાદ રાત્રે 8 વાગ્યે વરમાળા થશે. લગન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ રાત્રે 9.30 કલાકે શરૂ થશે.

અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ પણ Jio વર્લ્ડ સેન્ટર પહોંચી રહ્યા છે. અહીં તમામ સ્ટાર્સ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહ્યા છે.

રજનીકાંતે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં એન્ટ્રી કરી હતી.

લગ્નના મહેમાનોએ Jio વર્લ્ડ સેન્ટરની અંદર જોરશોરથી ડાન્સ કર્યો હતો. રેસલર જોન સીના, રણવીર સિંહ, સંજય દત્ત, જાહ્નવી કપૂર અને અર્જુન કપૂરે ખૂબ ડાન્સ કર્યો હતો. પુત્રના લગ્નમાં માતા નીતા અંબાણીએ પણ ડાન્સ કર્યો હતો.

Most Popular

To Top