પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) માં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. અહીં CID એ કલ્યાણી AIIMSમાં ભરતીને (Recruitment) લઈને તપાસ તેજ કરી છે. સીઆઈડીએ (CID) આજે આ કેસમાં ભાજપના (BJP) ધારાસભ્ય નીલાદ્રી શેખર દાનાની પુત્રીની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડની (SCAM) તપાસ પહેલાથી જ ચાલી રહી છે. આમાં EDએ TMC નેતા અને રાજ્ય મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરી છે.
- બાંકુરાના બીજેપી ધારાસભ્ય નીલાદ્રી શેખર પર આરોપ છે કે તેમણે પોતાના પ્રભાવથી પુત્રી મૈત્રી દાનાને કલ્યાણી એમ્સમાં નોકરી અપાવી
- CIDના 4 અધિકારીઓ આજે બાંકુરામાં નીલાદ્રી શેખરના ઘરે પહોંચ્યા અને લાંબી પૂછપરછ કરી
- બીજેપીના ઘણા નેતાઓ પર આરોપ છે કે તેઓએ કલ્યાણી એમ્સમાં સંબંધીઓને નોકરી અપાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો
બાંકુરાના બીજેપી ધારાસભ્ય નીલાદ્રી શેખર પર આરોપ છે કે તેણે પોતાના પ્રભાવથી પુત્રી મૈત્રી દાનાને કલ્યાણી એમ્સમાં નોકરી અપાવી છે. CIDના 4 અધિકારીઓ આજે બાંકુરામાં નીલાદ્રી શેખરના ઘરે પહોંચ્યા અને લાંબી પૂછપરછ કરી હતી. આ મામલે એક મહિના પહેલા જ કલ્યાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપ મુજબ કલ્યાણી એમ્સમાં ભરતી દરમિયાન કૌભાંડ થયું હતું અને સીઆઈડીએ ગયા અઠવાડિયે નાદિયાના છકડાથી બીજેપી ધારાસભ્ય બંકિમ ઘોષની વહુ અનસૂયા ઘોષની પૂછપરછ કરી હતી.
આ મામલામાં બીજેપીના ઘણા નેતાઓ પર આરોપ છે કે તેઓએ કલ્યાણી એમ્સમાં સંબંધીઓને નોકરી અપાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી મુજબ FIRમાં કુલ 8 લોકોના નામ છે. આ FIR 20 મેના રોજ નોંધવામાં આવી હતી. આ કેસમાં, IPC કલમ 420 (છેતરપિંડી), 406, 120-B (ગુનાહિત કાવતરું) વગેરે હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્ય નીલાદ્રીની પુત્રીને ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી આપવામાં આવી હતી, જેમાં મહિને 30,000 રૂપિયાનો પગાર હતો. જો કેે આ નોકરી માટે તેમણે કોઈ ટેસ્ટ આપી ન હતી. ધારાસભ્ય નિલાદ્રીએ આ આરોપોને પહેલા જ નકારી દીધા છે. આ મામલામાં બીજેપી સાંસદ જગન્નાથ સરકારનું નામ પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સીઆઈડી શાસક ટીએમસીના આદેશ પર કામ કરી રહી છે.