સાયન્સ, ફાર્મા, આર્ટ્સ, લો અને કોમર્સના વિદ્યાર્થીઓને જોબ
હોટલ મેનેજમેન્ટના 25 વિધાર્થીઓને ન્યુઝિલેન્ડમાં જોબ મળી
વડોદરા, માર્ચ, 2026: ગુજરાત સરકાર પાસેથી સેન્ટર ઓફ એક્સેલન્સ કેટેગરી-1 યુનિ.ની ઓળખ ધરાવતી પારૂલ યુનિ.ના ફાર્મા, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, હોટલ મેનેજમેમેન્ટ અને લોના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ સિઝનની શરૂઆતમાં જ દેશ-વિદેશની અગ્રણી અને ફોર્ચ્યુન 500 કંપનીઓ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે. બર્જર પેઇન્ટ્સ, એલેમ્બિક ફાર્મા, યુપીએલ,લુપિન, બેક્સટર, જે.બી. ફાર્મા, ઇન્ટાસ, મિલેનિયમ હોટલ એન્ડ રિસોર્ટ્સ, લિટલ ઇન્ડિયા, સહિતની વૈશ્વિક સ્તરે અગ્રણી અને પ્રતિષ્ઠત 454 કંપનીઓએ પ્લેસમેન્ટ સિઝન 2026માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ કંપનીઓ એવાં પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સ ઇચ્છી રહી છે કે જેઓ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના બદલાતા લેન્ડસ્પેક અનુરૂપ કામ કરી શકે તથા સેક્ટર વિશે ઊંડાણપૂર્વક નોલેજ અને પ્રોફેશનલ સ્કિલથી સજ્જ હોય. અત્યાર સુધીમાં હોટલ મેનેજમેન્ટના 25 વિદ્યાર્થીઓના ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટ થયાં છે તેમજ 350થી વધુ વિદ્યાર્થીઓએ રૂ. 7 લાખથી વધુના સેલેરી પેકેજ મેળવ્યાં છે, જ્યારે કે સરેરાશ સેલેરી પેકેજ રૂ. 5.75 લાખ છે.
NAACA++ માન્યતા ધરાવતી યુનિવર્સિટીની સોમ્યા ધાકડને મલ્ટી-નેશનલ કંપનીએ વાર્ષિક રૂ. 43 લાખના જંગી પેકેજની ઓફર કરી છે. આ ઉપરાંત લો ફેલ્ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને M-A-Y લોયર્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, મેગ્નસ લીગલ, એસબી જૈન એન્ડ એસોસિયેટ્સ, સોલવન્સ ડેટ રિલિફ, દિલ્હી, ડી લીગલ ગ્રૂપ, વાસુ લો ફર્મ, જી. ગિરિ એન્ડ કંપની સહિતના સંસ્થાઓએ તેમની લીગલ જરૂરિયાત માટે સારા પેકેજ સાથે માસ પ્લેસમેનટ ઓફર કર્યાં છે.
ઉત્કૃષ્ટ કામગીરી માટે યુનિ.નું એવાર્ડથી સન્માન
- ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન રેટિંગ ફ્રેમવર્કમાં પારૂલ યુનિવર્સિટીને 5 સ્ટાર રેટિંગ
- ફિક્કી હાયર એજ્યુકેશન એક્સલન્સ એવોર્ડ્સમાં સ્પેશિયલ જુરી રેકગ્નિશન ફોર એક્સલેન્સ ઇન ગ્લોબલાઇઝેશન
- ઇટી ઇન્ડસ્ટ્રી લીડર્સ ગુજરાતમાં ‘એક્સલન્સ ઇન બ્રિંગિંગ ઇનોવેશન ટુ એજ્યુકેશન’ એવોર્ડથી સન્માન
- ઇટી નાઉ બિઝનેસ કોન્કલેવ એન્ડ એવોર્ડ્સ 2025માં પ્રતિષ્ઠિત એક્સલન્સ ઇન યુનિવર્સિટી એજ્યુકેશન એવોર્ડથી સન્માન
- જાગરણ જોશ એજ્યુકેશન સમિટ એન્ડ એવોર્ડ્સમાં ‘યુનિવર્સિટી વિથ ઇમ્પેકેબલ પ્લેસમેન્ટ્સ એવોર્ડ’
વિદેશની અગ્રણી કંપનીઓમાં જંગી પેકેજની ઓફર
- મિલેનિયમ હોટલ એન્ડ રિસોર્ટ્સ રૂ. 28.53 લાખ
- સિનિક હોટલ ફ્રાન્ઝ જોસેફ ગ્લેસિયર એન્ડ રૂ. 27.71 લાખ
- તે વાઓનુઇ ફોસેસ્ટ રિટ્રિટ
- રિઝ રોટોરુઆ રૂ. 27.33 લાખ
- બેસ્ટ વેસ્ટર્ન એલરેસિલ ઇન્ટરનેશનલ રૂ. 25.41 લાખ
- તે એરાઇ લિંક્સ ગોલ્ફ ક્લબ લિમિટેડ રૂ. 25.41 લાખ
- એલર્સલી ઇન્ટરનેશનલ રૂ. 24.38 લાખ
- લેકવ્યૂ કોલોનિયલ લક્સ સ્યુટ્સ એન્ડ એપાર્ટમેન્ટ્સ રૂ. 24.38 લાખ
- લિટલ ઇન્ડિયા રૂ. 23.41 લાખ
- સુદિમા કિકોરુ હોટલ રૂ. 23.41 લાખ
- હર્મિટેજ રૂ. 23.41 લાખ
મીડિયામાં ઉજ્જવળ કારકિર્દી વિક્સાવવાની તક
- પારૂલ યુનિ.માં અભ્યાસ કરતાં જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને મીડિયામાં ઉજ્જવળ કારકિર્દી વિકસાવવામાં મદદરૂપ બનતાં તેમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર, ટીવી9, એબીપી જેવાં પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાનોમાં ઇન્ટર્નશીપ ઓફર કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ મીડિયા હાઉસમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર કાર્યરત છે અને યુનિ.ને ગૌરવ અપાવ્યું છે.
44 જ્યુડિશિયલ ઓફિસર્સ અને 26 બેંક અધિકારીઓ યુનિ.ના વિદ્યાર્થી બન્યાં
- પારૂલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લૉ દ્વારા ઓફર કરતાં ક્વોલિટી એજ્યુકેશન અને પ્રેક્ટિકલ એક્સપોઝરથી પ્રભાવિત થઇને 44 જ્યુડિશિયલ ઓફિસર્સ અને 26 બેંક અધિકારીઓએ લો પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત ઘણાં પૂર્વ વિદ્યાર્થીઓ દેશની અલગ-અલગ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. યુનિ. ના પૂર્વ વિદ્યાર્થી જયદીપ ફિન્ડોરિયાએ ગુજરાત જ્યુડિશિયલ સર્વિસિસ એક્ઝામિનેશનમાં ઓલ ઇન્ડિયા 13મો રેન્ક મેળવીને યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે.
ફ્રાન્સ, દુબઇ, યુએસએની કંપનીઓએ જોબ ઓફર કરી
- મિરર લેક ઇન, કેલ પ્લેસિડ, યુએસએ
- મિલેનિયમ પ્લાઝા ડાઉનટાઉન હોટલ, દુબઇ
- રેડિસન બ્લુ હોટલ, દુબઇ
- લા લોજીક દે પેરે હોટલ, ફ્રાન્સ
- ગ્રાન્ડ કોસ્મોપોલિટન હોટલ, દુબઇ – અલ બાર્શા
- હિલ્ટન મોરેશિયસ રિસોર્ડ એન્ડ સ્પા