ભારત સામે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધાં છે. પાછલાં આઠ વર્ષમાં એવા ત્રણ મોકા બન્યા છે જ્યારે વિદેશી ટીમ ભારતીય પીચ પર 500 પ્લસ રન કરી શકી છે અને ત્રણેય વખત આ કારનામું ઇંગ્લેન્ડની ટીમે કર્યો છે. 2012માં ઇંગ્લેન્ડે કોલકાત્તા ટેસ્ટ દરમિયાન ભારતના સ્કોર 316 રનના જવાબમાં 523 રન બનાવ્યા હતા.
ભારતની બીજી ઇનિંગ 247 રનમાં સમેટાતાં ઇંગ્લેન્ડને 41 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ઇંગ્લિશ ટીમ 3 વિકેટના ભોગે વટાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે 2016-17માં ભારતમાં તેની પહેલી ટેસ્ટ મેચમાં 500 થી વધુનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે 537 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ઇનિંગમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જો રુટે 124, મોઇન અલી 117 અને બેન સ્ટોક્સે 128 રન બનાવ્યા. જેના જવાબમાં ભારતે પણ 488 રન બનાવ્યા હતા. મુરલી વિજયે 126 અને ચેતેશ્વર પૂજારાએ 124 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ ડ્રો હતી. મોઇન અલી મેન ઓફ ધ મેચ હતો.