અમદાવાદ: રાજ્યના શિક્ષણમંત્રી (Education Minister) જીતુ વાઘાણી (Jitu Vaghani) એ TAT અને HMATના પ્રમાણપત્ર (Certificates) અંગે મોટી જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે.
- શિક્ષણમંત્રી જીતુ વાઘાની મોટી જાહેરાત
- TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો
- નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી પ્રમાણપત્ર માન્ય ગણાશે
TAT અને HMATના પ્રમાણપત્રના નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી આ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ના પ્રમાણપત્રની મુદત 5 વર્ષ હતી. અને દર 5 વર્ષે પ્રમાણ પત્રની માન્યતા માટે પરીક્ષા આપવી પડતી હોય છે. શિક્ષણમંત્રીના આ નિર્ણયથી રાજ્યનાં લાખો લોકોને મોટો ફાયદો થશે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્ર થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં સૂચવ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલ TAT અને HMATના પ્રમાણપત્રની મુદત 5 વર્ષની છે.
TAT અને HMATના પ્રમાણ પત્રની મુદ્દતમાં વધારાની જાહેરાત બાદ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યની સરકારી શાળામાં પાઠ્યપુસ્તકો વિના મૂલ્યે વિતરણની કામગીરી ચાલુ છે. રાજ્યની સરકારી, અનુદાનિત, મોડેલ સ્કુલ, આશ્રમ શાળા તેમજ કે.જી.બી.વી. પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ પુસ્તકો પુરા પાડવા માટે પુસ્તકોના છાપકામ અને વિતરણની કામગીરી હાલમાં ચાલી રહી છે.
ગુજરાત PSI 2022 પ્રારંભિક પરીક્ષા માટેના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (જીપીઆરબી) (GPRB) એ મંગળવારે તેની સત્તાવાર વેબસાઇટ પર PSI 2022 પ્રારંભિક પરીક્ષા માટેના કૉલ લેટર્સ બહાર પાડ્યા છે. ઉમેદવારો કે જેમણે ગુજરાત પીએસઆઈ (PSI) ભરતી પરીક્ષા 2022 માટે અરજી કરી છે તેઓ લોગીન કરી પ્રારંભિક પરીક્ષા માટે તેમના પ્રવેશ કાર્ડને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. ગુજરાત PSI પ્રિલિમિનરી પરીક્ષા 2022 એડમિટ કાર્ડ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઇ નોકરી પસંદ કરીને અને પછી પુષ્ટિ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને ડાઉનલોડ કરી શકાય છે.
મળતી માહિતી અનુસાર PSI 2022 ની પ્રારંભિક પરીક્ષા રવિવાર 06 માર્ચ 2022 ના રોજ લેવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં OMR-આધારિત ઑફલાઇન મોડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. 16 માર્ચ 2021ના રોજ ગુજરાત પોલીસે 1382 PSI, ASI અને ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.