Business

Jioએ ગુમાવ્યા 1.29 સબસ્ક્રાઈબર્સ, Airtel અને BSNL સાથે જોડાયા નવા ગ્રાહકો

રિલાયન્સ જીયોએ (Reliance Jio) મોટા પ્રમાણમાં પોતાના સબસ્ક્રાઈબર્સ ગુમાવી દીધા છે. જ્યારે બીએસએનએલ (BSNL) અને એરટેલે વધુ ગ્રાહકો મેળવ્યા છે. જોકે ટ્રાઈના નવા અહેવાલો અનુસાર એક મહિનામાં 10 મિલિયનથી વધુ ગ્રાહકો (Customers) ગુમાવ્યા પછી પણ માર્કેટમાં જિયોનો હિસ્સો 36 ટકા છે જે સૌથી વધુ છે. જણાવી દઈએ કે આ વર્ષે ડિસેમ્બરમાં ત્રણેય કંપનીઓ જિયો, એયરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના પ્રી-પેડ પ્લાનને મોંઘા કર્યા હતા. એરટેલના પ્લાન સૌથી મોંઘા થયા હતા છતાં રિલાયન્સ જિયોને વધુ નુકસાન થયું છે. જિયો એ ડિસેમ્બર 2021 માં 1.29 સબસ્ક્રાઈબર્સ (Subscribers) ગુમાવ્યા છે.

એક તરફ જીયોએ પોતાના ગ્રાહકો ગુમાવ્યા છે ત્યારે એરટેલ અને BSNLએ આ સમયગાળા દરમિયાન નવા ગ્રાહકો મેળવ્યા છે. 1.1 મિલિયન એટલે કે 11 લાખ નવા ગ્રાહકો BSNL સાથે જોડાયા છે. ડિસેમ્બર 2021 દરમિયાન 8.54 મિલિયન એટલે કે 85.4 લાખ મોબાઇલ નંબર પોર્ટ કરવામાં આવ્યા છે. તે દરમિયાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ MNP (મોબાઇલ નંબર પોર્ટેબિલિટી)ની વિનંતીઓ કરવામાં આવી હતી.

  • હજી પણ જળવાઇ રહ્યું છે જિયોનું સ્થાન
  • એયરટેલને મળ્યા નવા સબ્સ્ક્રાઇબર્સ
  • ટેરિફ મોંઘા હોવાનો ફાયદો BSNLને સૌથી વધુ

ટ્રાઈના નવા અહેવાલો અનુસાર એક મહિનામાં 10 મિલિયનથી વધુ ગ્રાહકો ગુમાવ્યા પછી પણ માર્કેટમાં જિયોનો હિસ્સો 36 ટકા છે, જે સૌથી વધુ છે. એરટેલ 30.81 ટકા સાથે બીજા નંબરે છે, જેણે ડિસેમ્બર 2021 માં 4,50,000 થી વધુ નવા ગ્રાહકો મેળવ્યા છે. ત્રીજા નંબરે Vi છે, જેનો બજાર હિસ્સો 23 ટકા છે. ડિસેમ્બર 2021 માં 1.6 મિલિયન ગ્રાહકો દ્વારા વોડાફોન આઈડિયાને ટાટા બાયબાય કહેવામાં આવ્યું છે. જેથી જિયોની સાથે વોડાફોન આઈડિયા પણ નુકસાનનો ભોગ બની ગયા. ડિસેમ્બર 2021 માં તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના ટેરિફ પ્લાનને મોંઘા કરી દીધા હતા. જ્યારે BSNL એ ઘણી મોટી ઓફરો આપી હતી.

BSNL પાસે હાલમાં તમામ સર્કલમાં 4G નથી જ્યારે ખાનગી કંપનીઓ પાસે તમામ સર્કલમાં 4G સેવા છે અને આ BSNL માટે સૌથી મોટી નબળાઈ સાબિત થઈ રહી છે. પરંતુ 4G શરૂ થયા બાદ BSNLને સારા દિવસો આવવાની આશા છે. હાલમાં માર્કેટમાં BSNLનો હિસ્સો 10 ટકા છે. ટ્રાઇના અહેવાલ મુજબ દેશમાં સક્રિય વાયરલેસ સબસ્ક્રાઈબર્સની સંખ્યા ડિસેમ્બરમાં 1,154.62 મિલિયન અથવા 115463 મિલિયન હતી. જે નવેમ્બરમાં 1,167.50 મિલિયન અથવા 116.750 મિલિયન હતી. આવી સ્થિતિમાં ડિસેમ્બરમાં સક્રિય વાયરલેસ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

Most Popular

To Top