National

ઝારખંડ : પશ્ચિમ સિંહભૂમમાં માઓવાદીઓએ પંચાયત કચેરીને બોમ્બથી ઉડાવી દીધી

નવી દિલ્હી : ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમમાં આંતકવાદની (Terrorism) એક મોટી ખબર સામે આવી છે. અહીંના જિલ્લાના એક ગામમાં માઓવાદીઓએ પંચાયત કાર્યાલય તરીકે ઉપયોગમાં લેવાતી આખી બિલ્ડીંગને બૉમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરીને ઉડાવી દેવામાં આવતા સનસની ફેલાઈ ગઈ હતી. આ ઘટના અને એક પોલીસ અધિકારીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી.બોમ્બ બ્લાસ્ટની સમગ્ર ઘટના અંગે પોલીસ અધિક્ષક આશુતોષ શેખરે જણાવ્યું હતું કે વિસ્ફોટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીપીઆઈ માઓવાદીઓના સભ્યોએ ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે કદમદિહામાં એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ કર્યો હતો.

  • ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમમાં આંતકવાદની સનસનીખેઝ ઘટના ઘટી હોવાના સમાચાર આવ્યા
  • માઓવાદીઓએ પંચાયત કાર્યાલય તરીકે ઉપયોગમાં લેવાતી આખી બિલ્ડીંગને બોમ્બ વડે ઉડાવી દીધી
  • માઓવાદીઓએ ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે કદમદિહામાં એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ કર્યો

માઓવાદી નેતાઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી પણ મળી હતી
આ ઘટના અંગે સ્થનિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે 12 જાન્યુઆરીથી જિલ્લાના કોલ્હન વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ નક્સલ વિરોધી અભિયાન મિસિર બેસરા સહિતના ટોચના માઓવાદી નેતાઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી પણ મળી હતી અંતે ત્યારબાદ તેઓ એક્ટિવ થયા હતા અને બૉમ્બ બ્લાસ્ટની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ગુરુવારે મોડી રાત્રે લગભગ 1 વાગે ઘટનાને આપવામાં આવ્યો અંજામ
ઉલ્લેખનીય છે કે નક્સલવાદીઓએ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસાના નક્સલ પ્રભાવિત ગોઈલકેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાતેના કદમદિહા પંચાયતને ઉડાવી દીધી છે. નક્સલવાદીઓએ ગુરુવારે મોડી રાત્રે લગભગ 1 વાગે ગોઇલકેરા બ્લોકના કદમદિહા પંચાયતના ગિતિલપી ગામમાં સ્થિત પંચાયત બિલ્ડિંગને ઉડાવી દેવાની ઘટનાને અંજામ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લોક હેડક્વાર્ટરથી કદમદિહા પંચાયત ભવનનું અંતર લગભગ 25 કિમી છે.

નક્સલવાદી સંગઠન સીપીઆઈ માઓવાદીએ પ્રતિકાર સપ્તાહ દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ ગોઈલકેરા અને સોનુવા પોલીસ સ્ટેશનની પોલીસ કુઈડા કેમ્પની CRPF સાથે શુક્રવારે સવારે ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. નક્સલીઓએ સ્થળ પર પેમ્ફલેટ પણ ફેંક્યા છે.

માઓવાદીઓએ દિવાલ પર લખ્યું તેઓ 12 થી 24 ફેબ્રુઆરી સુધી પ્રતિકાર દિવસની ઉજવણી કરી
ઈમારતને ઉડાવી દીધા બાદ માઓવાદીઓએ દિવાલ પર લખ્યું છે કે તેઓ 12 થી 24 ફેબ્રુઆરી સુધી પ્રતિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોલ્હાનમાં માઓવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું અભિયાન તેજ બન્યું છે.તોટો વિસ્તારમાં ઘણી વખત માઓવાદીઓ અને સુરક્ષા દળો સામસામે આવી ગયા હતા.માઓવાદીઓ દ્વારા ડઝનબંધ IED બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top