National

ઝારખંડમાં શો-રૂમમાં આગ લાગતાં 80 વર્ષીય વૃદ્ધાનું મોત, 300 ટૂ-વ્હીલર બળીને ખાખ

મેદિનીનગર,ઝારખંડ: ઝારખંડના (Jarkhand) પલામુ (Palamu) જિલ્લામાં શોરૂમ (Showroom) કમ ગોડાઉનમાં (Godwon) લાગેલી આગમાં (Fair) એક 80 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું અને કરોડો રૂપિયાની કિંમતના લગભગ 300 ટૂ-વ્હીલર્સ બળીને ખાખ થઈ ગયાં હતાં. એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે મેદિનીનગર નગરમાં બની હતી.આગને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા હતા, જે આખરે શુક્રવારે સવારે 8.30 વાગ્યે સંપૂર્ણ કાબૂમાં આવી હતી.

સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે
સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અભય કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, “શોરૂમ, ગોડાઉન અને સર્વિસ સેન્ટર – બધા માલિકના રહેઠાણ સાથે જોડાયેલા છે. વૃદ્ધ મહિલા માલિકની માતા છે. તેણીનું શ્વાસ રુંધાવાથી મૃત્યુ થયું હોય તેવું લાગતું હતું.”પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે.પોલીસે કહ્યું હતું કે, ”અમે આગ લાગવાનું ચોક્કસ કારણ શોધી રહ્યા છીએ.

Most Popular

To Top