National

ઝારખંડ: સારંડા જંગલમાં માઓવાદીઓનો IED વિસ્ફોટ, એક મહિલાનું મોત અને 2 ઘાયલ

ઝારખંડના જંગલ વિસ્તારમાં માઓવાદીઓની આકરા હરકતો ફરી સામે આવી છે. સારંડા જંગલમાં થયેલા IED વિસ્ફોટમાં પાંદડા એકઠા કરવા ગયેલી ત્રણ મહિલાઓ ભોગ બની. આ વિસ્ફોટમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે આ ઘટનાને માઓવાદીઓની હતાશા ગણાવી છે.

જંગલમાં પાંદડા એકઠા કરતી મહિલાઓ પર હુમલો
પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના જેરીકેલા થાણા વિસ્તારના સારંડા જંગલમાં ગત રોજ તા. 28 નવેમ્બર શુક્રવાર સાંજે આ દુર્ઘટના બની હતી. સ્થાનિક મહિલાઓ ‘સિયાલ’ એટલે કે રેશમના ઝાડના પાંદડા એકઠા કરવા જંગલમાં ગઈ હતી. પાંદડા એકઠા કરતી વખતે એક મહિલાનો પગ માઓવાદીઓ દ્વારા મૂકેલા IED બોમ્બ પર પડ્યો. દબાણ પડતા જ જોરદાર વિસ્ફોટ થયો.
અચાનક થયેલા વિસ્ફોટથી ત્રણેય મહિલાઓ નીચે પડી ગઈ. જંગલમાં ગુંજેલા અવાજ બાદ નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા અને તરત જ પોલીસને જાણ કરી.

એકનું ઘટનાસ્થળે જ મોત
એસપી અમિત રેણુએ માહિતી આપી કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. જયારે અન્ય
બે અન્ય મહિલાઓ ઘાયલ છે. જેમાંથી એકને ગંભીર ઈજા પહોંચી છે. હાલ બંનેને મનોહરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હાલ બંનેની સ્થિતિ સ્થિર છે.

પોલીસે વિસ્તાર ઘેરી તપાસ શરૂ કરી
વિસ્ફોટ બાદ પોલીસની ટુકડીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
ફોરેન્સિક ટીમ પણ જંગલમાં મુકાયેલા IED અને અન્ય પુરાવાઓની તપાસ કરી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ IED માઓવાદીઓ દ્વારા જાણબૂઝીને સામાન્ય લોકોને નુકસાન પહોંચાડવા માટે મૂકવામાં આવ્યું હતું.

માઓવાદીઓની હતાશાનો પ્રયાસ
એસપી રેણુએ કહ્યું કે સુરક્ષા દળોના સતત અભિયાનને કારણે માઓવાદી પ્રવૃત્તિઓ ઘટી રહી છે. હાલમાં સુરક્ષા દળોનો દબાણ વધ્યો હોવાથી માઓવાદીઓ આવા કાયર અને હતાશાના કૃત્યો કરી રહ્યા છે.

Most Popular

To Top