રતના રત્ન કલાકારોની હડતાલ આજે ત્રીજા દિવસે પ્રવેશી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને મદદ અને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન નંબર 92395 00009 જાહેર કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા WhatsApp મારફત પોસ્ટરો પણ પ્રસારિત કરવામાં આવ્યા છે. જેથી વધુ રત્ન કલાકારોને આંદોલન સાથે જોડાવી શકાય.
અહેવાલ મુજબ ઘણા રત્ન કલાકારો પર તેમના માલિકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. રવિવારે જાહેર રજા હોવા છતાં પણ કેટલાક કારખાનાઓ ચાલુ રાખવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓ અંગે માહિતી એકત્ર કરવા માટે, ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને વિનંતી કરી છે કે તેઓ કંપનીના નામ અને સરનામાં આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર મોકલે. યુનિયને ખાતરી આપી છે કે જાણકારી આપનારાનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
હાલના હડતાલની સ્થિતિ છતાં મોટા ભાગના રત્ન કલાકારો હજી પણ આંદોલન સાથે જોડાઈ શક્યા નથી. એકત્રિત માહિતી માનવ અધિકાર આયોગ, ચીફ લેબર કમિશનર ગાંધીનગર, સુરત જિલ્લા કલેક્ટર અને સુરત લેબર ડેપ્યુટી કમિશનર સુધી પહોંચાડવામાં આવશે જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે.યુનિયને ફરી એકવાર રત્ન કલાકારોને અપીલ કરી છે કે તેઓ પોતાની સમસ્યાઓ અને ફરિયાદો હેલ્પલાઇન નંબર પર નોંધાવે જેથી તેમના હકોની રક્ષા થઈ શકે.
