સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના આમલી ફુવારા બાલાજી મંદિર (Temple) પાસે આવેલા હોરિઝોન ટાવરમાં આવેલા આભૂષણ જ્વેલર્સ (Jewelers) નામની દુકાનમાં 23 નવેમ્બરના રોજ બપોરના સુમારે બાઈક ઉપર આવેલા 3 અજાણ્યા માસ્ક પહેરેલા ઈસમો પૈકી 2 પિસ્ટલ જેવું હથિયાર બતાવી દુકાનમાં કામ કરતા કર્મચારીને ગભરાવી શોપમાંથી (Shop) 16 હજાર રોકડા અને સોના ચાંદીના (Golden Silver) દાગીના મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ લઈને બાઈક પર ફરાર થઈ ગયા હતા.
- સેલવાસના જ્વેલરી શોપમાં થયેલી લૂંટમાં ઈમરાન ખાન સહિત ત્રણ પકડાયા
- પોલીસે 2.30 લાખના મુદ્દામાલમાંથી 1.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
- ગુનામાં વપરાયેલી મોટર સાઈકલ કરી કબજે
આ મામલે સેલવાસ પોલીસ મથકે દુકાનના કર્મચારી મહાવીર રમેશભાઈ ચૌહાણની ફરિયાદને પગલે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી કે આ કામમાં ફરાર થયેલા લૂટારૂં ચોરનો માસ્ટર માઈન્ડ વાપી ડૂંગરી ફળિયા ખાતે રહેતો હોય જેની ધરપકડ માટે સેલવાસ પોલીસ વાપી રવાના થઈ હતી. અને ડૂંગરી ફળિયામાં રહેતો 27 વર્ષિય મોહમ્મદ રફિક ખાનને 30 નવેમ્બરના રોજ ધરપકડ કરી સેલવાસ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 15 હજાર તથા એક પાર્સિંગ વગરની હિરો સ્પ્લેન્ડર બાઈક કબ્જે કરવામાં આવી હતી.
જે બાદ પકડાયેલા આરોપી મોહમ્મદ ખાનની સઘન પુછપરછ કરતાં તેણે લૂંટના સોના-ચાંદીના ઘરેણા મુંબઈના અંધેરી અને કુર્લામાં રહેતા સાથી મિત્રોને આપ્યા હોવાની વાત જણાવતા પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. અને આ કામના 34 વર્ષિય ઈમરાન ઉર્ફે લલ્લા મહોમ્મદ જામા ખાન (રહે. અંધેરી (ઈ) મુંબઈ તથા 59 વર્ષિય ધર્મરાજ બદ્દાજી કલોર (રહે. કુર્લા, મુંબઈ ) ની ધરપકડ કરી હતી. જેમની પાસેથી પોલીસે 2.30 લાખના મુદ્દામાલમાંથી 1.63 લાખનો મુદ્દામાલ તથા 7 હજાર રૂપિયા રોકડા કબ્જે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે.
બસમાં મુસાફરોના મોબાઈલ ચોરનાર નવસારીથી ઝડપાયો
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે નવસારીમાંથી બસમાં મુસાફરી કરતા પેસેન્જરોના મોબાઈલ ચોરી કરનાર ચોરને ઝડપી પાડી ચોર પાસેથી ચોરીના 11 મોબાઈલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, નવસારી બસ સ્ટેશન, ચીખલી બસ સ્ટેશન, વલસાડ બસ સ્ટેશન તેમજ ધરમપુર બસ સ્ટેશનમાંથી બસમાં બેસવા આવતા-જતા પેસેન્જરોના મોબાઈલ ચોરી કરનાર મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના કુંવરગામે અને હાલ સુરત ચોર્યાસી તાલુકાના સચિન સ્લમબોર્ડ ઝૂપડપટ્ટીમાં રહેતા જીવણભાઈ કનુભાઈ વઢીયારી નવસારી વિરાવળ બસ સ્ટોપ પાસે ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે વિરાવળ બસ સ્ટોપ પાસે જઈ જીવણભાઈને ઝડપી પાડી તેની પાસેથી 45 હજાર રૂપિયાના 11 મોબાઈલ કબ્જે કર્યા હતા.