વડોદરા: ચોકસીના ગળે છરીના ઘા મારીને 18 લાખના દાગીના લૂંટીને યુપી ફરાર થઈ ગયેલા લુંટારૂં દિપક મિશ્રાની ઘનિષ્ઠ પુછપરછ અર્થે જે પી રોડ પોલીસે અદાલતમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઓલ્ડ પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં આવેલ મા કૃપા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા રિપક મિશ્રાએ ચોકસી રાજેશકુમાર સોની ઉપર તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
દુકાન માલીકને ગંભીર ઈજાઓ પહોંચાડીને 18.50 લાખના દાગીનાલુંટયા બાદ લૂંટારી દીપક પત્નીને લઈને રાતોરાત ટ્રેન દ્વારા ઉતરપ્રદેશ ખાતે તેના વતન હાસીમપુરા નાસી છૂટયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમોએટેકનિકલ સોર્સ દ્વારા રાતોરાત ટ્રેન દ્વારા ઉતરપ્રદેશ ખાતે તેના વતન હાસીમપુરા નાસી છૂટયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમોએ ટેકનીકલ સોર્સ દ્વારા રાતોરાત દોડધામ મચાવીને લુંટારૂ િદપક મિશ્રાને ઝડપીને વડોદરા લાવ્યા હતા. લુંટારૂ આરોપીને અદાલતમાં 14 દિવસના રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો.
ટ્રાફિક બ્રિગેડમા નોકરી કરતી પરીણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી
િકશોર વયથી જ ગુનાહીત માનસ ધરાવતો લૂંટારૂ િદપક શરાબ સુંદરીનો બેહદ શોખીન હોવાનું તેના જ વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. વાઘોડીયા રોડ સ્થિત મહેશ કોમ્પલેકસમાં રહેતો હતો ત્યારે પણ ગુનાહીત ધંધા કરતો દીક એપોલો કંપની માંનોકરી દરમિયાન ભાઈગીરીની છાપ ધરાવતો હતો. િવલાસી દિપકે યુવાવસ્થામાં પગ મુકતા જ પોતાનાથી ઉંમરમાં મોટી એક સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવીને રંગરેલીયા મનાવતો હતો.હાલ તેની પ્રેમીકા ઘર વર અને પુત્ર છોડીને રણોલી ખાતે માતા સાથે રહે છે અ્ને ટ્રાફિક બ્રીગેડમાં ફરજ બજાવતી હોવા છતાં પતિ પાસે ભરણ પોષણ મેળવવા કોર્ટ કચેરી અને દાવાદુવી િદપકના ઈશારે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.