વર્ષની મુખ્ય ઋતુ તો ત્રણ જ, શિયાળો ઉનાળો ને ચોમાસું..! એકમાં સ્વેટર ચઢાવવાના, બીજામાં મલમલનાં કપડા પહેરવાનાં ને ચોમાસું બેસે એટલે છત્રીથી મોંઢાં ઢાંકવાનાં..! અમારો ચમનિયો ચોથી ઋતુ તરીકે બજેટને પણ ગણે..! બજેટ બહાર પડે પછી નક્કી કરે કે, હવે કઈ ફેશન રાખવાની..! બજેટ બહાર પડે એટલે તેની સીધી અસર શરીરના ચામડા કરતાં ‘હાર્ટ’ ઉપર થવા માંડે, જ્યાં સુધી બજેટ બહાર નહિ પડે ત્યાં સુધી ‘હાર્ટ’ જોરમાં ધબ્બ..ધબ્બ થાય..!
ખૂબી એ વાતની કે, જેની પાસે ‘ઠાઠીયુ’ સાઈકલ કે ‘લાઈટર’ પણ ના હોય, એ પણ પેટ્રોલના ભાવ તો છાજીયા લેવા માંડે. જાણે બજેટનો સઘળો બોજો એકલાના માથે જ ઝીંકાવાનો હોય એમ, રડારોળ કરવા માંડે. ચાર..ચાર મોટર-ગાડી બંગલાવાળા ચૂંઉઉઉઉ..નહિ કરે, પણ ભોંઉઉઉચું, મણ-મણની ખામી બજેટમાં કાઢે.! પ્રસૂતિના દુખાવામાં તો ‘સિઝેરીયન’ નો પણ વિકલ્પ હોય, પણ બજેટ વખતે માથાનો દુખાવો ટાઢો પાડવો એટલે, પાણીમાંથી મલાઈ કાઢવા જેટલું અઘરું..! અમુક તો ટાંપીને જ બેઠાં હોય કે, સરકાર ક્યારે ફેઈલ જાય..! સમયે બજેટ તો બહાર પાડવું જ પડે. નહિ પાડે તો સરકારનું ‘સિઝેરીયન’થઇ જાય..!
પેટછૂટી વાત કરું તો, આપણે રહ્યા કોમિકના માણસ. કોમીકના જીવને ઇકોનોમિક્સમાં બહુ પપલે નહિ. બાકી, જેટ હોય કે બજેટ, ઊંચાઈ ઉપર જ શોભે..! બજેટના મામલે આજે પણ મારી બુદ્ધિ દોડતી નથી. જો કે, તે ગણવા તો હું પણ ગયો નથી, પણ મારા જેવા ઘણા હશે. આ બજેટની પણ એક ખાસિયત છે. એને ઊંધું પકડીને વાંચો કે સીધું, આગલા વર્ષનું હોય કે પાછલા વર્ષનું, એના તજજ્ઞ સિવાય કોઈને એમાં ફરક નહિ દેખાય. બજેટ એટલે બોજો, એમ સ્વીકારી લેવાનું..! બજેટનું ટેન્શન લેવા ગયા તો, ટેન્સનનો બોજો નવો વધે. મરઘીના ઈંડા જેવું બજેટ છે..! ફૂટે તો પણ દુ:ખ..! ઈંડાની માફક એ ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય એની ખબર મરઘાને પણ નહિ પડે.
સાલું ચારેય બાજુથી સરખું જ લાગે..! સંતો-મહંતો ભલે કહેતા હોય કે, માયાજાળમાં નહિ પડવાનું, પણ બજેટના આંકડાની માયાજાળમાં નહિ પડીએ, તો જાળમાં ફસાયેલા સિંહ જેવી હાલત થાય. કારણ કે, બજેટ એ સામુહિક વિકાસનું હૃદય છે. વાસ્તવિક બજેટનો ઉપયોગ કરવાથી લાંબા ગાળાના નાણાંકીય આયોજનમાં મદદ કરે. બજેટ એટલે એક સૂક્ષ્મ આર્થિક ધારણાં..! એના ઇતિહાસની વાત કરીએ તો,બજેટ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ બુલ્ગાથી થયેલી. બુલ્ગાનો અર્થ થાય, ચામડાનો થેલો. તેના બાદ ફ્રાંસીસી શબ્દ બોઉગેટ આવ્યો અને ત્યાર બાદ અસ્તિત્વમાં આવ્યો, અંગ્રેજી શબ્દ બોગેટ અથવા બોજેટ..! અને તે ઉપરથી બજેટ શબ્દ આવ્યો. બજેટ શબ્દ પણ વિવિધ દેશાંતરણ કરીને આવેલો શબ્દ છે. ચામડાના થેલા પરથી શબ્દ ઉતરી આવેલો હોવાથી બજેટ રજૂ કરનારા નેતાઓ ચામડાના થેલાને લઈને જ સંસદમાં આવે છે. આ થેલાનો ઉપયોગ હવે બજેટના કાગળિયા લઈને આવવા માટે થાય, એ બે નંબરની વાત છે..!
બજેટ છે, એ ઘરનું પણ હોય,રાજનું પણ હોય ને રાષ્ટ્રનું પણ હોય..! સમજવું બહુ અઘરું છે. એને સમજવા માટે ગાઈડ ભાડે રાખીએ તો પણ, ‘ફ્લાઈ-ઓવર’ ની માફક મગજ ઉપરથી જાય. ખાતરી કરવી હોય તો, માત્ર વાઈફ પાસે આપેલાં નાણાંનો હિસાબ માંગી જોવાનો. એનો હિસાબ સાંભળીને તમ્મર નહિ આવી જાય તો, કહેજો. ચમનિયાએ ‘ચમની’ પાસે ખર્ચ માટે આપેલા ૫૦૦૦ રૂપિયાનો જ્યારે હિસાબ માંગ્યો, તો ચમનીએ હિસાબ આપતાં કહ્યું કે, “૭૦૦ કામવાળીને-૨૫૦ દૂધવાળાને-૪૫૦ ભ.જા.-૨૦૦૦ છોકરાની ટ્યુશન ફી,-૩૦૦ ભ.જા.-૭૫૦ શાકભાજી ને પરચુરણ ઘર ખર્ચ-૫૫૦ ભ.જા.! આવો હિસાબ સાંભળીને ચમનિયાને તમ્મર આવી ગયા. એણે એટલું જ પૂછ્યું કે, ‘આ ભજા એટલે શું..?
– ભ.જા. એટલે ભગવાન જાણે, ક્યાં ખર્ચાઈ ગયા તે..!
– તારા કપાળમાં કાંદા ફોડું..!
વાઈફ સાથે જિંદગીની ભલે અડધી સદી કાઢી હોય, પણ છેવટ સુધી નહિ સમજાય, એનું નામ વાઈફ ને એનું નામ બજેટ..! આ બંનેને સમજવાની કોશિશ કરવી જ નહિ. કારણ કે, બ્લડ પ્રેસર કોઈનો સગો થતો નથી. યાદ હોય તો, ‘હિન્દી ફિલ્મ ગુલામી’માં એક ગીત આવેલું. “જિહાલ-એ-મસ્તી મકુન-બ-રન્જીશ, બહાલ-એ-હિજ્ર બેચારા દિલ હૈ..!”હરામ્મ બરાબર જો આ ગીતનો મતલબ સમજાતો હોય તો..! પણ ગાવા ને સાંભળવામાં સાલું ફક્કડ લાગે. એવું જ બજેટનું..! તીન પત્તી રમનારને જેમ પહેલું પત્તું ખોલે ને જેવો બાદશાહ દેખાય, એટલે હરાભરા કબાબ જેવો થઇ જાય. પછી હળવેકથી બીજું પત્તું ખોલે એટલે, રાણી દેખાય..! ને હરખપદુડો થઇ જાય, પણ હળવેકથી છેલ્લું પત્તું ખોલે ને જેવો છગ્ગો દેખાય એટલે, ફુગ્ગામાંથી હવા નીકળી જાય..! બજેટનું કામકાજ એવું છે મામૂ..!
ગુજરાત સરકારના બજેટના કરંડિયામાંથી આ વખતે ગોળા નીકળવાને બદલે ખજાના નીકળ્યા. વાપી અને નવસારીની એવી લોટરી લાગી ગઈ કે, લાપસીનાં રાંધણ કરવાં પડે. વહુને સાસુ થવાનું પ્રમોશન મળી ગયું. નગર પાલિકા, મહા નગર પાલિકા બની જવાની. આ કોઈ નાની ભેટ નથી..! ભગવાન શ્રીકૃષ્ણે સુદામાજીને સુવર્ણ મહેલ બનાવી આપેલો, એમ આપણા લોકપ્રિય નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપી અને નવસારીની નગર પાલિકાને મહા નગર પાલિકાનો દરજ્જો પ્રદાન કર્યો..!
જો કે, શ્રીકૃષ્ણ અને કનુભાઈની રાશિ પણ સરખી જ ને..? જેવી મહાનગર પાલિકાની જાહેરાત થઇ એમાં ચમનિયાનો કોલર ઊંચો થઇ ગયો. કારણ કે, ‘ચમની’નું પિયર નવસારી..! એમાં ચમનિયાની છાતી ધક..ધક થવાને બદલે ગજ-ગજ ફૂલી ગઈ..! સ્વાભાવિક છે ને, ઊંચા ઘરાનાના જમાઈ તરીકેનો પાવર તો આવે જ ને..? આપણને પણ કંસાર જમવાની ઉપડે કે, ચાલો આપણા પાડોશીના ઘરે ગલગોટાનાં તોરણ બંધાયાં ને હવે આપણે પણ મહાનગર પાલિકાના પાડોશી થયા. શું કહો છો રતનજી..?
લાસ્ટ ધ બોલ
ખાંડ ચાહના ડબ્બા ભલે ઊંચા નીચા હોય, પણ બંનેમાં ઉચ્ચ-નીચનો ભેદ નથી. કારણ કે બંને એકબીજા વગર અધૂરા છે. એટલે જ તો બંને સાથે રહે છે. બંને વચ્ચે સગપણ જ એવું કે, એક શોધો એટલે બીજું મળી જાય..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.