Charchapatra

જીવન પંચામૃત

સત્યનારાયણની કથામાં પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું શારીરિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વ ગણાય છે. જેનું આચમન કરવાથી તન-મન સ્વસ્થ અને મસ્ત રહેતું હોય છે. જેની અસર કાયમી રહેતી નથી. પરંતુ જો જિંદગીમાં આ પાંચ સદગુણોનું આચરણ જિંદગીભર કરીએ તો જિંદગી શારીરિક તેમજ માનસિક અર્થે તંદુરસ્ત રહે છે. જે લાંબુ સુખમય-નિરામય જીવન બક્ષે છે. (1) મધુરવાણી : જિંદગીના વ્યવહારમાં મધુર, મીઠી, પ્રેમાળ, માનસભર વાણીનો ઉપયોગ રાખો, જે તમારા સંબંધોને મજબૂત અકબંધ રાખવા, મહત્ત્વપૂર્ણ પ્રેરકબળ સમાન છે.

(2) પૌષ્ટિક ખોરાક: શારીરિક સ્વાસ્થ્યે અને ઉંમરને અનુરૂપ વિટામિનયુક્ત ખોરાકનો આગ્રહ રાખો. બને તેટલા Fast Food થી દૂર રહો. (3) હકાત્મક વિચારો: વિકટ, દુ:ખદ, અણધારી પરિસ્થિતિમાં પણ હંમેશા સારા વિચારોનું મનમાં ગ્રહણ કરો. Thinx Good Only, thw Better Will Follow That Makes Your Life Best. (4) સાદગી જીવન: જીવન જીવવાની જરૂરિયાત ઓછી રાખો. Simple lireng, tligh thinking સિદ્ધાંત અપનાવો. (5) સમાજોપયોગી કાર્ય: જીવન દરમ્યાન સમાજમાં ઉત્થાન, ઉત્કર્ષ સેવાભાવી કાર્યો કરવાનો મક્કમ વિચાર રાખો અને અમલમાં મૂકી સામાજિક સ્થાન પ્રાપ્ત કરો.
સુરત     – દીપક બી. દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

નવરાત્રી કે ફેશન–પરેડ?
મા અંબા, જગદંબાની સ્તુતિ-આરાધના કરવાનું પાવન પર્વ એટલે નવરાત્રી, જેનો વિશેષ મહિમા છે. શેરીમાં મહિલાઓ  માતાજીના ગરબે ઘૂમતી હોય છે. આ પ્રાચીન પરંપરા હવે લુપ્ત થતી જાય છે અને તાલુકા-શહેરોમાં પાર્ટીપ્લોટ પર રોશની સજાવટ સાથે આયોજન થતું હોય છે. ડિસ્કો-દાંડિયા, દોઢિયું જેવી અનેક એકશન સાથે ઓરકેસ્ટ્રા, ડી. જે.ના સૂરતાલ સાથે ગરબા રમાતા હોય છે. યુવાન-યુવતીઓ   રોજ રાત્રે નિત-નવા ડ્રેસો પરિધાન કરીને ગરબે ઘૂમે છે. નવરાત્રી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થાય તેની સામે કોઇ વાંધો નથી.

પરંતુ આજની નવરાત્રી તો જાણે ફેશન પરેડ જેવી બની ગઇ છે. નવરાત્રી દરમિયાન કેટલાંક યુવાન-યુવતિ વચ્ચે પાંગરેલો પ્રેમ છેવટે પ્રેમી-પંખીડાં બનીને પલાયન થઇ જવાના બનાવો બને છે.  જો કે ગામડાઓમાં શેરી-ગરબાની પરંપરા જળવાઈ રહી છે. શહેરોમાં તો પાર્ટી-પ્લોટ પર ગરબાનું આયોજન કરીને ફિલ્મી કલાકારોને બોલાવીનો મોંઘી ટીકીટ રાખીને એક ધંધો બનાવી દીધો છે. માતાજીના નામે પૈસા ભેગા ન કરાય, નવરાત્રીને ફેશન પરેડ ન બનાવો… નવરાત્રીની ગરિમા જાળવો.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top