Vadodara

વેપારીને ધમકી આપનાર જીતુ વણકર રિમાન્ડમાં પોલીસને ગોળગોળ ફેરવે છે

વડોદરા: કારેલીબાગ સ્થિત વ્રજાનંદ એપાર્ટમેન્ટમા રહેતા શ્યામ શરણસિંહ ચૌહાણ જાણીતા પ્રેસમાં બ્રાંચ મેનેજર પદે ફરજ બજાવે છે. પ્રેસમા સુપરવિઝન કરતા ફરિયાદીના નિવાસી તંત્રીએ જણાવેલ કે પ્રેસ ના નામે રાજેશ ખટીક નામના વેપારી સાથે છેતરપીંડી થઈ છે. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે રિપોર્ટર સિદ્ધાર્થ મણિયાર અને જીતુ વણકરે સસ્તા અનાજની દુકાનના વેપારી રાજેશ નાગજીભાઈ ખાટીકની દૂકાને પરોઢિયે જઈને ધમકી આપી હતી કે અમે પ્રેસમાંથી આવીએ છે તમે શહેરનાં સૌથી મોટા કાળા બજારિયા છો. મારા ચાર માણસો ઘણા દિવસોથી વોચ રાખે છે.

તેમ કહીને ફરિયાદી પાસેથી ખંડની માગી હતી જેમાં જીતું વણકર પોલીસ પકડથી ભાગતો ફરતો હતો ત્યારે તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તેને કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા તેમાં પણ જીતું વણકર દ્વારા પોલીસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો હોવાનું માલુમ પડ્યું છે. અમે માંજલપુરના જિજ્ઞાસા બેનની સસ્તા અનાજની દુકાન પુરવઠા અધિકારીને કહીને બંધ કરાવેલ છે. અને અટલાદરા અને મહાકાળી મંડળીના સંચાલક પાસે થી 1.20 લાખનો તોડ કર્યો છે. તમારે શું કરવું છે? શહેર મને યમરાજના નામે ઓળખે છે. તારે તારી દુકાન સારી રીતે ચલાવવી હોય અને કાળાબજારી નો ધંધો કરવો હોય તો ચાલીસ લાખ રૂપિયા આપવા પડશે.

આ આખી ઘટનામાં સિદ્ધાર્થ મણીયારને તો કોર્ટ જમીન આપી દીધા હતા અને તે હાલ જમીન પર છે જયારે ઈવનિંગ સ્ટાન્ડર્ડ નામના સાપ્તાહિક ન્યુઝ પેપરમાં કામ કરતો અને જાણીતા અખબારના રિપોર્ટર તરીકે ઓળખ આપી જીતુ વણકરે પાચ લાખ રોકડા રૂપિયા લીધા હતા તે જીતું વણકરને કોર્ટ ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તેમાં એસઓજી પીઆઈ રાકેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે જીતું વણકર જે ચાર દિવસના રીમાન્ડમાં પોલીસે તેના ઘરની જડતી કરી હતી અને મોબાઈલ વિષે પૂછતા તે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે.

Most Popular

To Top