સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા 8 ઓગસ્ટના રોજ JEE મેન સેશન-2નું રિઝલ્ટ (Result) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના (Surat) મહિત ગઢીવાલા (Mahit Gadhivala) રાજ્યમાં પ્રથમ આવ્યો છે. આ સાથે જે ઓલ ઈન્ડિયામાં 29મો રેન્ક (Rank) મેળવી ગુજરાતનું (Gujarat) નામ રોશન કર્યું છે. આ સાથે જ સુરતના ઘણા વિદ્યાર્થીઓએ JEE-2022માં બાજી મારી છે.
JEEમાં સુરતના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સુરતના બે વિદ્યાર્થી ટોપ 100માં પોતાનું સ્થાન મેળવ્યું છે. સુરતના મહિત ગઢીવાલા ઓલ ઈન્ડિયામાં JEE 2022માં 29 ક્રમ મેળવ્યો છે. આ સાથે મહિત ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. સુરતનો મહિત ગઢીવાલાએ ભૌતિક શાસ્ત્રમાં 99.99 ટકા મેળવ્યા છે. ધોરણ 10થી જ તૈયારી કરતા મહિતએ ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક મેળવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ આવનાર મહિતે મુંબઈ IITમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય એક સુરતનો વિદ્યાર્થી આનંદ શશીકુમારે ટોપ 100માં 58 ક્રમ મેળવ્યો છે. આ સાથે આનંદ સુરતમાં પ્રથમ ક્રમે છે. આનંદએ ભૌતિક શાસ્ત્રમાં 99.99 અને ગણિતમાં 99.99 ટકા મેળવ્યા છે. સુરતના બંને વિદ્યાર્થીઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
મહિત ગઢીવાલાએ જણાવ્યું હતું કે આ પરીક્ષા ખૂબ જ ટફ હોય છે. આમ તો બધા જ વિષય અઘરા હોય છે. પરંતુ શિક્ષકો દ્વારા યોગ્ય રીતે તૈયારી કરાવાત મારા માટે આ પરીક્ષા સહેલી બની હતી. ક્લાસરૂમથી લઈને ઘરે એમ 14 કલાકની તૈયારી કરી હતી. પેપર સોલ્વ કરવા પર વધુ પ્રેક્ટિસ કરી હતી. જેના કારણે આ પરિણામ મળી શક્યું છે. વધુમાં તેણે કહ્યું હતું કે તેને IITમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે. મહિતના માતા અને પિતા બન્ને ડેન્ટિસ્ટ છે. માતાએ મહિત માટે પોતાનું ક્લિનિક બંધ રાખી એકના એક સંતાને પૂરતો સમય આપ્યો હતો. મહિતના પરિણામથી માત-પિતા બંને જ ઘણા છે.
ઉલ્લેખનીય છે કે JEE 2022ની પરીક્ષા 25થી30 જુલાઈએ લેવામાં આવી હતી. જ્યારે 8 ઓગસ્ટે આજ રોજ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સફળતાપૂર્વક JEE ક્રેક કરનાર વિદ્યાર્થીઓઓ હવે આઈઆઈટી જેઈઈ એડવાન્સ માટે આવેદન કરી શકશે. 7 ઓગસ્ટથી જ JEE એડવાન્સની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે.
આ રીતે જોઈ શકાશે પરીણામ
- સૌથી પહેલા એનટીએ JEEની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in કે nta.ac.in પર જાઓ
- તેના બાદ હોમ પેજ પર JEE Main Result 2022 ની ડાયરેક્ટર લિંક પર ક્લિક કરો
- હવે અહી માંગવામાં આવેલા લોગઈન ડિટેઈલ આપીને સબમિટ બટન પર ક્લિક કરો
- ત્યાર બાદ વિદ્યાર્થી તેમનું પરીણામ જોઈ શકશે