National

નિતીશ કુમારને INDI ગઠબંધન દ્વારા અપાઈ PM પદની ઓફર

JDU નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે નેતાઓએ નીતિશ કુમારને INDI ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો તે જ નેતાઓએ તેમને થોડા દિવસો પહેલા વડાપ્રધાન બનવાની ઓફર કરી હતી. કેસી ત્યાગીના આ નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

જેડીયુના મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું છે કે નીતીશ કુમારને ઈન્ડિયા બ્લોક તરફથી પીએમ પદની ઓફર કરવામાં આવી હતી. જો કે નીતિશે આ ઓફર ફગાવી દીધી છે. તેઓ એનડીએ સાથે જ રહેશે. આરજેડીએ કેસી ત્યાગીના દાવાને માત્ર ભાષણબાજી ગણાવી છે. પાર્ટીના પ્રવક્તા એજાઝ અહેમદે કહ્યું છે કે કેસી ત્યાગીએ પ્રસ્તાવ આપનાર વ્યક્તિનું નામ જાહેર કરવું જોઈએ. જણાવી દઈએ કે બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને લોકસભા ચૂંટણીમાં 12 સીટો મળી છે.

કેસી વેણુગોપાલે જવાબ આપ્યો
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેસી વેણુગોપાલને નીતીશ કુમારની ઓફર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમારી પાસે આવી કોઈ માહિતી નથી.

નીતિશ કુમારે ઓફર ફગાવી દીધીઃ કેસી ત્યાગી
કેસી ત્યાગીએ દાવો કર્યો હતો કે નીતિશને INDI ગઠબંધનના નેતાઓ દ્વારા વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. JDU નેતાએ કહ્યું કે INDI ગઠબંધન નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને કારણે તેમણે વિપક્ષો સાથેના સંબંધો તોડી નાખ્યા છે. જ્યારે ભાજપ જેડીયુને સન્માન આપી રહ્યું છે.

જેડીયુને 12 બેઠકો મળી હતી
તમને જણાવી દઈએ કે જેડીયુએ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી છે. એનડીએની સંસદીય બેઠકમાં નિતીશ કુમારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાર્ટી એનડીએનો ભાગ જ રહેશે. તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપને સરકાર બનાવવા માટે TDP અને JDUનો સહારો લેવો પડ્યો છે.

Most Popular

To Top