Charchapatra

જલપાન કરાવતા જયંતી દાદા

દરરોજ સવારે લગભગ સાડા આઠ વાગ્યાના સુમારે  તાડવાડી ગોરાટ હનુમાન પાસેના ગાર્ડનના ગેટ પર એક સીટી વાગે એટલે સમજી જવાનું કે જયંતી દાદા આવ્યા છે. હાથમાં એક થેલી હોય, જેમાં ચાર પાંચ પાણીની બોટલ ભરેલી હોય.મોર્નિંગ વોક કરવા આવેલ વયસ્કોને હળવી કસરત બાદ તરસ લાગી જ હોય. જયંતી દાદા આ વયસ્કોની તરસ છીપાવે. ગાર્ડનની બરાબર સામેની સોસાયટીમાં જ એમનું નિવાસસ્થાન. એમની પોતાની ઉંમર 80 વર્ષની પણ રોજ બાગમાં આવવાનું નક્કી. ચાલવા ફરવા નહીં, પણ અન્ય વયસ્કોને પાણી પીવડાવવા. સ્વભાવ મળતાવડો અને હસમુખો. પાણી પણ બે પ્રકારના લાવે, એમના શબ્દોમાં કહું તો ઠંડુ અને રેગ્યુલર.નિઃસ્પૃહ ભાવે સાતત્યપૂર્વક કરાતી એમની આ નિયમિત જલસેવાનો હું પણ લાભાર્થી છું. હળવી કસરત પછી પાણી પીવાથી તૃપ્તિનો જે અહેસાસ છે તે અનેરો ને અદભુત છે.જયંતી દાદાની આ જલસેવા જોઈ એક શીખ મળી કે આપણા ઘરે આવતા ડિલિવરી બોય, કુરિયર બોય, ટપાલ કર્મચારી કે કોઈ ફેરિયા આવે તો એને અચૂક પાણી આપીએ.
સુરત     – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાત્રે પોલીસ પેટ્રોલિંગ જરૂરી
તાજેતરમાં બનેલી ઘટના અનુસાર ચૌટા બજાર મોટા મંદિરમાં આવેલી બે દુકાનો તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જે ભવિષ્યમાં કોઇ મોટી દુઘર્ટના ન બને એ માટેની જાગૃત રૂપી નોટીસ છે. આજે બેફામ વધતી મોંઘવારી અને બેકારી એ પરોક્ષ રીતે ગુનાખોરી અને ચોરીઓની  ઘટનાઓની ટકાવારી ખૂબ જ વધારી દીધી છે. જે શહેરની જનતા માટે ખૂબજ ચિંતાનો  વિષય છે. આ અગાઉ પણ સુરતના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહી છે. આ અંગે સુરત પોલીસ કમિશનરે  આ મુદ્દાઓને ગંભીરતાથી લઇને સુરતના વિવિધ વિસ્તારોમાં રક્ષા પોલીસ પેટ્રોલિંગ કરાવવું જરૂરી બન્યું છે. આ અગાઉ સુરતમાં રાક્ષા પોલીસ પેટ્રોલિંગ થતું જ હતું.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top