મુંબઇ: શાહરૂખ ખાન (Shah rukh khan)ની વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જવાન’ (Jawan) સિનેમાઘરોમાં રિલીઝ (Release) થઈ ગઈ છે અને ફિલ્મે પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી છે. ‘જવાન’ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેણે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મનો રેકોર્ડ (Record) પણ બનાવ્યો છે. ‘જવાન’એ પહેલા જ દિવસે તેની તોફાની કમાણી સાથે ‘પઠાણ’ (Pathan), ‘ગદર 2’ (Gadar-2) સહિતની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા.
શાહરૂખ ખાન, નયનથારા, વિજય સેતુપતિ, પ્રિયમણિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, લહર ખાન અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મે તેના પ્રથમ દિવસે પ્રથમ શો સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પરંતુ ફિલ્મના પ્રારંભિક આંકડા દર્શાવે છે કે SRKની ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણી કરવા જઈ રહી છે અને 10 મોટી ફિલ્મોના રેકોર્ડ તોડવા જઈ રહી છે.
શાહરૂખ ખાનની ‘જવાન’એ રિલીઝના પહેલા જ દિવસે બમ્પર કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે.ફિલ્મે પહેલા દિવસની કમાણીમાં ‘પઠાણ’નો ઓપનિંગ ડેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ ‘જવાન’ બોલિવૂડની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. પઠાણે પ્રથમ દિવસે હિન્દીમાં 55 કરોડની કમાણી કરી હતી.પ્રારંભિક અનુમાન મુજબ, જવાને તેના હિન્દી સંસ્કરણ માટે પ્રથમ દિવસે ભારતમાં લગભગ 63 – 65 કરોડની નેટ કમાણી કરી છે. પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસ – ત્રણ રાષ્ટ્રીય ચેઇનમાં જવાને પ્રથમ દિવસે 31 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જ્યારે પઠાણે 3 ચેઇનમાં 27 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ‘જવાન’એ ‘પઠાણ’ના હિન્દી વર્ઝનમાં 8 કરોડ રૂપિયાથી વધુની સારી લીડ લીધી છે.’પઠાણ’ બુધવારે રજા સિવાયના દિવસે જ્યારે જવાન ‘જનમાષ્ટમી’ના દિવસે રિલીઝ કરવામાં આવી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટ્રેકર મનોબાલા વિજયબાલને ટ્વીટ કરીને જવાનના વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન વિશે જાણકારી આપી છે. મનોબાલાએ લખ્યું છે કે, ‘જવાને ભારતમાં બોલિવૂડની કોઈપણ ફિલ્મ માટે સૌથી મોટી ઓપનિંગ લીધી છે. ફિલ્મના પ્રારંભિક અંદાજ મુજબ, ફિલ્મ દેશમાં પ્રથમ દિવસે 70 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે અને વિશ્વભરમાં 120 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે. આ રીતે, શાહરૂખ ખાન બોલિવૂડનો પહેલો એક્ટર બનશે જેની બે ફિલ્મોને પહેલા દિવસે જ 100 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી છે.