ટોક્યો: જાપાનના (Japan) વડા પ્રધાન (PM) ફ્યુમિયો કિશિદાને કોવિડ-19 (Corona) હોવાનું નિદાન થયું છે અને તેઓ જ્યાં સુધી આઇસોલેટ રહેશે અને સ્વસ્થ થશે ત્યાં સુધી તેમની આયોજિત તમામ પ્રવાસો રદ કરી દીધા છે. કિશિદાને શનિવારે મોડી રાત્રે થોડો તાવ અને ઉધરસ હતા. આથી કોરોનાવાયરસ માટેનો પીસીઆર ટેસ્ટ પોઝિટિવ (Test Possitive) આવ્યો હતો. વડા પ્રધાન કાર્યાલયના જાહેર બાબતોના કેબિનેટ સચિવ નોરીયુકી શિકાતાએ રવિવારે જણાવ્યું હતું કે, ”વડા પ્રધાન કિશિદા તેમના નિવાસસ્થાનમાં આઇસોલેટ છે.”
65 વર્ષીય વડા પ્રધાન ગયા અઠવાડિયે ઉનાળાના વેકેશન પર હતા અને સોમવારે કામ પર પાછા ફરવાના હતા. તે સ્પષ્ટ નથી કે તેને ક્યાં અને કેવી રીતે ચેપ લાગ્યો હતો. જાપાનમાં તાજેતરમાં કોરોનાવાયરસ ચેપના કેસો વધી રહ્યા છે. જોકે, કિશિદા સહિત મોટા ભાગના લોકોને રસી આપવામાં આવી છે.