ટોકિયો(Tokyo): કિમ જોંગ(Kim Jong-un)ના મિસાઈલ પરીક્ષણ વચ્ચે જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો(Restrictions) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ જણાવ્યું હતું કે જાપાન મિસાઇલ વિકાસ સાથે સંકળાયેલા જૂથોની સંપત્તિને ફ્રીઝ કરીને ઉત્તર કોરિયા સામે વધારાના પ્રતિબંધો લાદવામાં આવશે. ઉત્તર કોરિયા સાથે વ્યાપાર કરતી ચીની અને નામિબિયન કંપનીઓની સંપત્તિઓ ફ્રીઝ કરશે. માત્સુનોએ જણાવ્યું હતું કે, “અમે ઉત્તર કોરિયાની વારંવારની ઉશ્કેરણીઓને સહન કરી શકતા નથી જે જાપાનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને જોખમમાં મૂકે છે. જેથી અમે પ્રતિબંધો લગાવી રહ્યા છે. “
જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી
ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે ત્યારે જાપાને નવા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કર્યો છે. સ્થિતિ એટલી બગડી હતી કે ઉત્તર કોરિયાએ પણ જાપાન ઉપર ફાયરિંગ કરીને બે મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ પછી જાપાનમાં સુરક્ષાને લઈને સ્થિતિ ચિંતાજનક બની ગઈ હતી. જાપાને ઈમરજન્સી એલર્ટ પણ જાહેર કરવું પડ્યું. આ જ કારણ છે કે હવે જાપાને ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કર્યો છે.
એપ્રિલમાં પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા
આ પહેલા એપ્રિલ મહિનામાં પણ જાપાને મિસાઈલ ડેવલપમેન્ટને લઈને ઉત્તર કોરિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. સરકારે પ્યોંગયાંગના પરમાણુ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમોમાં તેમની સંડોવણી બદલ ચાર રશિયન સંસ્થાઓ અને એકાંતિક એશિયન દેશના નવ વ્યક્તિઓની સંપત્તિઓ ફ્રીઝ કરીને ઉત્તર કોરિયા સામે પ્રતિબંધો લગાવ્યા હતા.
અમેરિકાએ પણ આર્થિક પ્રતિબંધો લગાવ્યા
7 ઓક્ટોબરે અમેરિકાએ પણ ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. પ્રતિબંધોની વિગતો આપતા, વિદેશ પ્રધાન બ્લિંકને જણાવ્યું હતું કે આ વર્ષે એકલા ઉત્તર કોરિયા – અથવા ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) એ 41 બેલેસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે, જેમાંથી છ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો છે. જવાબમાં, તેમણે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાને પેટ્રોલિયમની નિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે “DPRK શસ્ત્રો કાર્યક્રમો અને તેના સૈન્યના વિકાસને સીધી રીતે સમર્થન આપતી બે વ્યક્તિઓ અને ત્રણ સંસ્થાઓ પર” પ્રતિબંધો લાદી રહ્યું છે.