Gujarat

સુરત શહેર અને સુડા વિસ્તારમાં જમીનના જંત્રીના દર વધારો, સુપ્રીમમાં પિટિશન

gandhinagar : ગુજરાતમાં છેલ્લે ૨૦૧૧માં જંત્રીના દરો વધારવામાં આવ્યા હતા તે પછી જંત્રીના ( stamp duty) દરો વધાર્યા નથી. બીજી તરફ સુરતમાં જમીનના ભાવોમાં ૪૦૦થી ૧૨૦૦ ટકાનો વધારો થયો છે. આ સંજોગોમાં રાજય સરકારે જંત્રીના દરો શહેરી વિકાસ સત્તામંડળ અને મનપા વિસ્તારમાં વધારવા જોઈએ. આવી માંગ સાથે સુરત ( surat) ના અલથાણના ખેડૂત ભીખુભાઈ જગુભાઈ પટેલે સુપ્રીમ કોર્ટ ( supreme court) સમક્ષ સ્પે.લીવ પિટિશન કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બનેલી ખંડી પીઠે વર્ચ્યુઅલ સુનાવણીમાં સિનીયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીની રજૂઆત અને દલીલો સાંભળીને રાજય સરકાર , સુરત કલેકટર ( surat collector) અને સુપ્રી. ઓફ સ્ટેમ્પ સામે કારણદર્શક નોટિસ કાઢીને વધુ સુનાવણી છ સપ્તાહની અંદર રાખી છે.

અરજદાર તરફથી સિનીયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ વર્ચ્યુઅલ સુનાવણી દરમ્યાન એવી દલીલ કરી હતી કે રાજયમાં છેલ્લે ૨૦૧૧માં જંત્રીના દરો વધારવામાં આવ્યા તે પછી જંત્રીના દરો વધારવામાં આવ્યા નથી. બીજી તરફ સુરતમાં જમીનોના ભાવોમાં ૪૦૦થી ૧૨૦૦ ટકાનો વધારો થયો છે.

૨૦૧૧થી અત્યાર સુધી જંત્રીના દરો નહીં વધવાના કારણે કારણે રાજય સરકારે ૨૦૧૧ થી આજદિન સુધી ૪૦,૦૦૦ કરોડની આવક ગુમાવી છે. અત્યારે માત્ર સ્ટેમ્પ ડયુટીની આવક ૮૦૦૦ કરોડ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત જંત્રીના દરો જદા જુદા ૨૦ કાયદાઓમાં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે થાય છે. ૨૦૧૧થી જંત્રીના દરો નહી વધવાને કારણે સમાંતર અર્થતંત્ર ઊભું થાય છે. રાજય સરકારને નાણાંકીય ખોટ જઈ રહી છે. છેવટે બજેટમાં સમતોલ કરવા માટે અન્ય ચીજો પર ટેક્ષ વધારવામાં આવે છે. ખેડૂતોને પણ બે નંબરના રુપિયા લેવા પડે છે. ભ્રષ્ટ લોકોને જંત્રી નહીં વધવાના કારણે ફાયદો થાય છે. કારણ કે તેઓ જમીનમાં ભ્રષ્ટાચારના નાણાં રોકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top