નડિયાદ: જનશતાબ્દી ટ્રેન (Janshatabdi Expres) હવે નડિયાદના સ્ટેશન (Station) પર પણ ઊભી રહશે એ વાતથી સરદાર પટેલનું (Sardar Patel) સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવા માગતા નડિયાદનાં લોકો અને ખેડા જિલ્લાના લોકોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે. 9 માર્ચથી અમદાવાદથી (Ahmedabad) કેવડીયા જતી જનશતાબ્દી એક્સપ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર ઊભી રાખવા માટે રેલવે વિભાગે મંજૂરી આપી છે.
- 9મી માર્ચેના રોજથી જનશતાબ્દી ટ્રેન નડિયાદમાં સ્ટોપેજ લેશે
- ખેડા જિલ્લાનાં લોકોને હવે મુસાફરી કરવાની સારી એવી સુવિધો મળી રહેશે
- સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં હજી પણ આ ટ્રેન સ્ટોપેજ લેતી નથી
એક વર્ષ અગાઉ કેવડિયા કોલોની જવા માટે જનશતાબ્દી એકસપ્રેસ શરૂ કરવામાં આવી હતી. પહેલાના દિવસ આ જનશતાબ્દી એક્સપ્રેસને સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ નડિયાદ અને આણંદના રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ કરતી હતી. જે માત્ર નેતાઓ દ્વારા સ્વાગત કરવા પૂરતું જ સ્ટોપેજ કર્યું હતું. લોકોનું એવું પણ માનવું થાય છે કે આ ટ્રેનને કાયમી સ્ટોપેજ ન અપાતા સરદાર પટેલના વતનને સાથે ભારે અનન્ય થયો છે. આ વાતને લઈને લોકોએ સરકાર પ્રત્યે ભારે નારાજગી વ્યકત કરી હતી. આ ટ્રેનનું સ્ટોપેજ નડિયાદ થવાથી ત્યાંના અને ખેડા જિલ્લાનાં લોકોને હવે મુસાફરી કરવાની સારી એવી સુવિધો મળી રહેશે.
નડિયાદ કે જે સરદાર પટેલની જન્મભૂમિ છે ત્યાં આ ટ્રેનને સ્ટોપેજ અપાવા માટે ત્યાંનાં ભાજપના નેતાઓ સતત તેના માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા હતા. આ સક્રિય પ્રયાસોનાં અંતે રેલવે તંત્રએ 9મી માર્ચેના રોજથી આ ટ્રેનને ત્યાં સ્ટોપેજ લેવા માટે મંજૂરી આપી છે. આ વાતથી સરદાર પ્રેમિઓમાં ખુશી વ્યાપી ગઇ છે. પરંતુ સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં હજી પણ આ ટ્રેન સ્ટોપેજ લેતી નથી. આણંદ જિલ્લાના નેતાઓ આ ટ્રેનને ત્યાં સ્ટોપેજ અપાવા માટે કઈ પણ સક્રિય પ્રયાસો કર્યા નથી.
આ ટ્રેનનો રવાના થવાનાં સમયમાં કોઈ ફેરફાર નહીં થાય. તે તેના નિયમિત સમયએ 9માર્ચથી અમદાવાદથી રવાના થશે અને નડિયાદનું રેલવે સ્ટેશન આવતા ત્યાં સ્ટોપેજ લેશે. આ ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપશે. આ ટ્રેનને નડિયાદમાં સ્ટોપેજ મળતા નડિયાદ અને ખેડા જિલ્લાનાં લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બીજે કઈ જવાની જરૂર નહીં પડે. તેઓ હવે નડિયાદ રેલવે સ્ટેશન પરથી જ આ ટ્રેન દ્વારા ત્યાં ડાઇરેક્ટ જ ત્યાં પહોચી શકશે.
રેલવે વિભાગ દ્વારા કેવડિયા જતી જનશતાબ્દી એકસપ્રેસ ટ્રેનને 9મી માર્ચથી નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. પરતું હજી આ ટ્રેન આણંદનાં રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નહીં લેશે. આણંદ અને નડિયાદમાં મુંબઇ સહિત લાંબારૂટની 25 ટ્રેનના જેવી કે મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એકસપ્રેસ, બ્રાન્દ્રા ટર્મિનલ, અમદાવાદ મુંબઇ સેન્ટર તેજસ એકપ્રેસ, મુંબઇ સૌરાષ્ટ્ર મેલ, અજમેર દાદર સુપરફાસ્ટ, કર્ણાવતી એકસપ્રેસ ઉદેપુર બાદરા ટર્મિનલ સહિતના ટ્રેનોના સ્ટોપેજ ધરાવે છે.