જેતપુર: છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. હમણાં થોડાં દિવસ પહેલા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી (CM) નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન એક ગાયે (Cow) પછાડી દીધા હતા. ત્યાર પછી સીએમના કાફલામાં પણ આખલો દેખાયો હોવાની જાણકારી સામે આવી હતી. રખડતા ઢોરોના કારણે અકસ્માતના (Accident) પ્રમાણમાં વઘી રહ્યાં છે અને લોકોના મોત પણ થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ જેતપુરમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળામાં એક આખલો ઘૂસી જતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મેળામાં એકાએક આખલો આવતા લોકોએ મેળામાં બૂમરાણ મચાવી હતી. જેથી આખલો વધુ ગુસ્સો થયો હતો. અને મેળામાં નાસભાગ મચી હતી. આનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મળતી માહિતી મુજબ જેતપુરમાં ચાલી રહેલા જન્માષ્ટમીના મેળા દરમિયાન શનિવારે રાત્રે આખલો ઘૂસી આવ્યો હતો. બેકાબૂ બનેલા આખલાએ ઘણા લોકોને મેળામાં પછાડ્યા હતા. અચાનક આખલો મેળામાં આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે જેતપુરમાં જન્માષ્ટમીના તહેવાર પર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સુરક્ષા ન હોવાથી આખલો અંદર ઘૂસી ગયો હતો. શનિવારે મેળામાં આખલાએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેળામાં અચાનક આવેલા આખલાને શાંત કરવા માટે લોકોએ તેને બહાર કાઢવા માટે પાણી છાંડ્યું હતું. આખલાને કારણે મેળામાં નાસભાગ જોવા મળી હતી. આખલાએ મેળામાં રહેલા સ્ટોલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તો લોકોને અડફેટે લીધા હતા. બેરિકેડને પણ શીંગડા મારી આળખો ધમપછાડા કરે છે. આખલાને જોતા મેળામાં રહેલા બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
શાંત કરવા માટે લોકોએ આખલા પર પાણી ફેંક્યું
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ મેળના ગેટ પાસેથી એક આખલો ઘૂસી આવે છે. બાદમાં લોકો બૂમાબૂમ કરી મૂકે છે અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી પાછો ફરી પાછો મેળામાં ઘૂસે છે. આથી આખલાને શાંત કરવા માટે કેટલાક લોકોએ તેના માથા પર પાણી પણ ફેંકયુ હતું.