Charchapatra

જમશેદ-પારડીવાલા: ન્યાયના પ્રહરી સમાન

ન્યાયની હંમેશા ગરિમા જળવાઇ રહે તેવો અભિગમ ધરાવતા અને ન્યાયના પ્રહરી સમાન વલસાડના પારસી -જરથોસ્તી સમાજના યુવાન – હાઇકોર્ટના ધારાશાસ્ત્રી જમશેદજી – પારડીવાલાની સરકારે સુપ્રિમ કોર્ટના જડજ તરીકે નિમણૂક કરી તે ખરેખર પારસી સમાજ તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ઘટના છે. જમશેદ પારડીવાલાના પિતાશ્રી બરજોરજી પારડીવાલા પણ હાઇકોર્ટના નામી વકીલ હતા. ભૂતકાળમાં વલસાડની બેઠક પરથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ પણ બન્યા હતા.

આમ જમશેદજીના પરિવારના લોહીમાં ન્યાયની ગરિમા વહે છે – આ બાબતે પારસી – સજજન, નાટયકાર, પદ્મશ્રી યઝદી – કરંજિયા કહે છે, ઇરાનથી આવેલા પારસીઓ સંજાણ બંદરે ઊતર્યાં હતાં અને ભારત દેશે પારસીઓને જે આશરો આપ્યો તે ઉપકાર  આજે પણ પારસીઓ ભૂલ્યાં નથી. પારસીઓ  ઉપકારનો બદલો  પરોપકારથી ચૂકવી રહ્યા છે – જમશેદજી ખૂબ પ્રગતિ કરે તેવી ખોદાયજીને અંત:કરણપૂર્વક પ્રાર્થના કરું છું.  પારસીઓ જન્મે પારસી છે, પરંતુ સવાયા ગુજરાતી પણ છે. દેશદાઝની વાત આવે તો પૂરેપૂરા હિન્દુસ્તાની છે.
તરસાડા           – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top