અમદાવાદ : જામનગર (Jamnagar) એરપોર્ટ ઉપર ગોવા જતી ફ્લાઇટનું (Flight) ઇમર્જન્સી લેન્ડિંગ (Emergency landing) કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની આશંકાને પગલે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. સમાચાર સોમવારે સાંજે મળતાની સાથે જ ભારે ખખડભડાટ મચી ગયો હતો. આ ફ્લાઇટ મોસ્કોથી ગોવા આવી રહી હોવાની જાણકારી સૂત્રો તરફથી પાર્પ્ત થઈ છે. ફ્લાઇટના લેન્ડિગ પછી તેમાં તાબડતોડ ચેકીંગની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી.બોમ્બ હોવાની આશંકાને પગલે કલેક્ટર-પોલીસ વડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો. મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બની આશંકા છે. જામનગર એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે. જામનગર એરપોર્ટ પર પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી છે. મોસ્કો અને ગોવાની ફ્લાઈટમાં 236 મુસાફરો સવાર હતા અને હાલ તમામ મુસાફરો ફ્લાઈટમાંથી ઉતરી ગયા છે.
ઇમર્જન્સી જાહેર કરતા એમ્બ્યુલન્સનો કાફલો ઘઠના સથળે
બૉમ્બની આશંકાને પગેલી તાત્કાલિક ધોરણે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. કારણેકે ઇન્ટરનેશનલ હતી. આ ફ્લાઇટ મોસ્કોથી ગોવાની અઝુર એરબસ નામની ફ્લાઈટ હતી. જેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. હાલ જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે.
જિલ્લા કલેક્ટર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
હવે આ ઘટના ને લઇ ને ઉચ્ચ અધિકારીઓનો કાફલો અને જિલ્લા કલેક્ટર પોલીસ વડા પણ હાલ એરપોર્ટની અંદર હોવાનું જાણવા મળે છે. હાલ જામનગર એરપોર્ટ ખાતે બોમ્મ સ્કોર્ડ પણ પહોંચી ગઈ છે. તેમજ 5થી વધુ એમ્બ્યુલન્સ પણ હાલ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોસ્કોથી ફ્લાઈટ આવી રહી છે. જે એક ચાટર પ્લેન છે આ પ્લેન જામનગર શહેર પર 20 મિનિટથી વધુ સમયથી ચક્કર લગાવતું હોવાની પણ સૂત્રોમાંથી માહિતી મળી છે.
આ ફ્લાઈટમાં 236 મુસાફરો સવાર હતા
મોસ્કો અને ગોવાની ફ્લાઈટમાં 236 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો રશિયાના હોવાની માહિતી મળી રહી છે. મુસાફરોને જામનગર એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યાં છે. તેમજ તમામ મુસાફરો લેવા-મુકવા માટે 9 થી વધુ બસો એરપોર્ટની અંદર આવી પહોંચી છે. એરપોર્ટ ખાતે કસ્ટમ અધિકારી પણ આવી પહોંચ્યા છે. વિદેશી મુસાફરો હોવાના કારણે ઈમિગ્રેશન કરવા પડે તેવી માહિતી મળી રહી છે. ફ્લાઇટને સંપૂર્ણપણે ખાલી કરીને ફ્લાઇટને ટ્રો કરીને એરફોર્સની અંદર લઈ જવામાં આવી છે. ત્યાં ફ્લાઈટનું અંદરથી બોમ્બ સ્કોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં પણ સોમવારે ફ્લાઇટનું ઇમર્જન્સિંગ લેન્ડિંગ
દિલ્હીથી ભુવનેશ્વર જતી ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે જાણવા મળ્યું કે ફ્લાઈટના હાઈડ્રોલિક્સમાં કોઈ ખામી છે. આ પછી 8.18 વાગ્યે આ વિશે કોલ આવ્યો અને બે મિનિટ પછી એટલે કે 8.20 વાગ્યે તે લેન્ડ થયો.દિલ્હીથી ભુવનેશ્વર જતી ફ્લાઈટ વિસ્તારા એરલાઈનની હતી. ડીજીસીએના સૂત્રોનું કહેવું છે કે ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમની નિષ્ફળતાને કારણે વિસ્તારાની ફ્લાઈટ A320 એર ટર્નમાં ફસાઈ ગઈ હતી. વિમાને સવારે 8.20 કલાકે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.