નવી દિલ્હી: મેઘરાજા સમગ્ર ભારતમાં (India) વરસી રહ્યાં છે. દેશભરના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. જેના કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના બનાવો પણ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ગુરુવારે ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા (Death) હતા. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે (Highway) બંધ કરવો પડ્યો હતો.
- રામબન જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે ભૂસ્ખલન થયું, જેના કારણે પહાડોના પથ્થરો હાઇવે પર આવવા લાગ્યા
- જમ્મુમાં તાવી નદીનું જળસ્તર વધી ગયું
- હિમાચલના કુલ્લુમાં પણ વાદળ ફાટવાની ઘટના ધટી
- એલર્ટ જારી કરતા જમ્મુના ડેપ્યુટી કમિશનરે લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી
મળતી માહિતી મુજબ આ ઘટના ગુરુવારે સવારના રોજ બની હતી, જ્યારે રામબન જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે ભૂસ્ખલન થયું, જેના કારણે પહાડોના પથ્થરો હાઇવે પર આવવા લાગ્યા હતાં. જિલ્લા પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને વહેલી તકે પુન: શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જમ્મુમાં તાવી નદીનું જળસ્તર વધી ગયું છે. એલર્ટ જારી કરતા જમ્મુના ડેપ્યુટી કમિશનરે લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે.
હિમાચલના કુલ્લુમાં પણ વાદળ ફાટવાની ઘટના ધટી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિમાચલના કુલ્લુમાં પણ વાદળ ફાટવાની ધટના ધટી હતી જેના કારણે ધણી દુકાનો ધોવાઈ ગઈ હતી. બુધવારની રાત્રે હિમાચલના કુલ્લુ જિલ્લાના અનીમાં વાદળ ફાટવાને કારણે ઘણી દુકાનો અને વાહનો પાણીમાં વહી ગયા. વાદળ ફાટવાની આ ઘટના ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યે બની હતી. વાદળ ફાટવાના કારણે દેવથી પંચાયત અને આણીબજારમાં પૂરને કારણે નુકસાન થયું છે. અનીમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ શાકમાર્કેટમાં 10 દુકાનો અને ત્રણ કાર ધોવાઈ ગઈ હતી. આ સાથે જ આનીના ગોગરા અને દેવથી ગામમાં પણ અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ગુગરા ગામમાં અનેક મકાનો અને વાહનોને પણ પૂરને કારણે નુકસાન થયું છે. આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે.