જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કઠુઆ રેલવે સ્ટેશન (Railway Station) પર એક માલગાડી (Goods Train) અચાનક ડ્રાઈવર વગર ચાલવા લાગી હતી. ટ્રેન કઠુઆ સ્ટેશનેથી 70-80 કિમીની સ્પીડે પઠાણકોટ તરફ દોડવા લાગી હતી. ઢાળના કારણે આ ટ્રેન ડ્રાઈવર વગર જ લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે ઘણાં પ્રયત્નો પછી પંજાબના મુકેરિયામાં ટ્રેનને રોકવામાં આવી હતી.
ડ્રાઇવર વિના ટ્રેન શરૂ થતાં જ હોબાળો મચી ગયો હતો. રેલવે અધિકારીઓના હાથ-પગ ધ્રૂજી ગયા હતા. ટ્રેન 70-80 કિલોમીટરની ઝડપે દોડવા લાગી હતી. ત્યારપછી ગુડ્સ ટ્રેનને પંજાબના મુકેરિયાના ઉંચી બસ્સી પાસે રોકી દેવામાં આવી હતી. આનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગુડ્સ ટ્રેન ડ્રાઈવર વગર ચાલી રહી છે. આ ટ્રેન ઘણા સ્ટેશનો પરથી પસાર થઈ અને પછી તેને પંજાબમાં રોકી દેવામાં આવી.
આ મામલે ડિવિઝનલ ટ્રાફિક મેનેજર જમ્મુનું કહેવું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવર વિનાની ટ્રેનને રોકવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ પછી બીજું રિકવરી એન્જિન મોકલવામાં આવ્યું હતું. ઘણા પ્રયત્નો પછી માલગાડીને પંજાબના મુકેરિયામાં ઉંચી બસ્સી પાસે રોકી શકાઈ હતી. હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
રેલવેએ શું કારણ આપ્યું?
જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરે જણાવ્યું કે કઠુઆ સ્ટેશન પર એક માલગાડી આવી હતી. સ્ટેશન પઠાણકોટ તરફ ઢાળ ધરાવે છે. જેના કારણે ટ્રેન અચાનક ડ્રાઇવર વગર દોડવા લાગી હતી. આ પછી ટ્રેનને પંજાબના મુકેરિયાના ઉંચી બસ્સી પાસે રોકી દેવામાં આવી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આમાં જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.