જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) રાજૌરીમાં (Rajouri) આતંકવાદીઓએ (Terrorist) આજે ફરી બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરીને આતંક મચાવ્યો છે. ગઈકાલે રવિવારે થયેલા આતંકી હુમલા બાદ આજે ડાંગરી વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. તેમજ પાંચ લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિન્દુઓના ઘરે IED બ્લાસ્ટ થયો હતો. હુમલામાં ઘાયલ પાંચ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ગામમાં ભારે સુરક્ષા દળો તૈનાત છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને દરેક ખૂણે ખૂણે શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર ધાંગરીમાં આ વિસ્ફોટ થયો ત્યારે અંહી રવિવારે થયેલા આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજૌરીમાં રવિવારે મોડી સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો. રાજૌરીમાં આતંકવાદીઓએ હિન્દુ પરિવારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર રૈના જ્યારે ત્યાં પહોંચ્યા હતા.
ફાયરિંગવાળા સ્થળની નજીક થયો બ્લાસ્ટ
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારના દિવસે થયેલો વિસ્ફોટ એ જ ઘરની નજીક થયો હતો જ્યાં રવિવારે પ્રથમ ફાયરિંગ થયું હતું. વિસ્ફોટમાં 5 લોકો ઘાયલ થયા હતા. અને એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલું જ નહીં, પોલીસે અહીંથી વધુ એક IED કબજે કર્યો છે. તેને દૂર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો નજીકના ઘરોમાં પણ સર્ચ કરી રહ્યા છે.
હિન્દુ પરિવારને નિશાન બનાવાયો
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ આ ફાયરિંગ રાજૌરીના ધનગરી વિસ્તારમાં કર્યું હતું. આતંકવાદીઓએ પહેલા પરિવાર પાસેથી આધાર કાર્ડ માંગ્યા, પછી તેમની ઓળખ કરી અને ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ફાયરિંગની ઘટના ડાંગરીની હાયર સેકન્ડરી સ્કૂલ પાસે સાંજે લગભગ 7.15 વાગ્યે બની હતી. જેમાં એક મહિલા અને એક બાળક સહિત હિન્દુ પરિવારના 7 લોકો ઘાયલ થયા હતા. અને આ ઘટનામાં સતીશ સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે અન્યને જીએમસી રાજૌરીમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના ઉપલા ડાંગરી ગામની છે. લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ આતંકી ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હુમલાના વિરોધમાં સ્થાનિકોએ સોમવારે રાજૌરી શહેરમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું હતું. આ અંગે સોમવારે ધાંગરીમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેના કારણે આ IED બ્લાસ્ટ થયો હતો.
આતંકવાદીઓ લશ્કરી યુનિફોર્મ પહેરીને આવ્યા હતા
વર્ષના પ્રથમ દિવસે આતંકવાદીઓએ ઘાટીમાં હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ ખાકી વર્દી પહેરેલી હતી. આ ઘરોમાં બે આતંકવાદીઓ ઘૂસ્યા હતા. તેણે પરિવારના સભ્યોના આધાર કાર્ડ ચેક કર્યા જ્યારે આતંકવાદીઓએ પુષ્ટિ કરી કે આ હિન્દુઓના ઘર છે, ત્યારે તેઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.