નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ફરી એક વાર આતંકવાદના (Terrorism) નિશાન ઉપર હોઈ તેવું લાગી રહ્યું છે. જેનું કારણ જમ્મુના રામબન (Ramban)વિસ્તાર ખાતેથી શુક્રવારે એક બસમાંથી મોટી માત્રામાં IED મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બસ ડોડાથી રામબન જઈ રહી હતી. જેમાં શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવી હતી. ચેકપોઇન્ટ પર ચેકિંગ દરમિયાન બસમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું.જેને લઇને સ્થાનિક પ્રસાસનની ટિમ કામે લાગીને આ શંકાસ્પદ વસ્તુ જમ્મુમાં કોણ એકને ક્યાંથી લઇ આવ્યું તેની તપાસમાં લાગી ગઈ છે.બસમાંથી મળી આવેલું આ એક્સ્પ્લોરર શું છે તે તો પેકેટને ખોલ્યા પછીજ નિર્ણ્ય લઇ શકાશે તેવું સ્થનિક પ્રસંસનીય સૂત્રોનું કહેવું છે.
સ્ક્વોડ પેકેટની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી
શંકાસ્પદ પેકેટ મળ્યા બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી એક પેકેટ મળી આવ્યું છે. પરંતુ અત્યારે તેમાં શું છે તે કહેવું મુશ્કેલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પેકેટની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પેકેટ તપાસી રહ્યું છે.
મિની બસ ડોડા તરફ જઈ રહી હતી તેમાંથી મળ્યું આ શંકાસ્પદ પેકેટ
રામબનના SSP મોહિતા શર્માએ જણાવ્યું કે એક શંકાસ્પદ વસ્તુ રામબનથી જમ્મુ જતી બસ માંથી મળી આવી છે. આ વસ્તુ શું છે અને ક્યાંથી આવી છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ શંકાસ્પદ વસ્તુ મળતાની સાથે જ બીડીએસની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે. આ સાથે સેના, CRPF પણ ઘટનાસ્થળે હાજર છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ આ પેકેટ ખોલશે તે પછી જ અમે કહી શકીશું કે આ પેકેટમાં IED છે કે નહીં. એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે આ મિની બસ ડોડા તરફ જઈ રહી હતી. નાકા પર ચેકિંગ દરમિયાન બસને રોકી હતી ત્યારે પેકેટ મળી આવ્યું હતું. આશંકા છે કે તેમાં IED હોઈ શકે છે.