National

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મુસાફરોથી ભરેલી બસ પલટી, એકનું મોત, 67 ઘાયલ

જમ્મુ કશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક ભયાનક બસ અકસ્માત (Bus Accident) થયો છે. આ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 67 લોકો ઘાયલ (Injured) હોવાનું કહેવાય છે. ઘાયલોને ઉધમપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ઉધમપુરના માનસર મોર ખાતે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દીધો અને મુસાફરોથી (Passengers) ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે ઉધમપુર જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

  • જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ભયાનક બસ અકસ્માત
  • બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા હતા
  • ડ્રાઇવરે વળાંકમાંથી પસાર થતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો
  • વાહન પલટી ગયું અને 40 ફૂટ નીચે પડ્યું

બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા
જાણવા મળ્યું છે કે આ બસ તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો સાથે મુસાફરી કરી રહી હતી. પરિણામે બસ તેનું સંતુલન ગુમાવીને પલટી ગઈ જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 67 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બસ મુંગરી ખોર ગલીથી ઉધમપુર શહેર જઈ રહી હતી. જ્યારે બસ ક્રીમાચી માનસર પહોંચી ત્યારે ડ્રાઇવરે વળાંકવાળા રસ્તાપરથી પસાર થતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વાહન પલટી ગયું અને 40 ફૂટ નીચે પડ્યું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 67 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારા હતા જેમની હાલત સ્થિર છે.

ઉધમપુરમાં બસોમાં વિસ્ફોટ થયો હતો
જણાવી દઈએ કે આ ઘટનાના 4 દિવસ પહેલા 28 અને 29 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં 8 કલાકના ગાળામાં બે બસમાં બ્લાસ્ટ થયા હતા. ઉધમપુર શહેરના એક બસ સ્ટેન્ડ પર ઉભેલી બસને શંકાસ્પદ આતંકવાદીઓએ વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. જોકે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં આઠ કલાક બાદ આવો જ એક વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે જમ્મુથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમે વિસ્ફોટના બંને સ્થળોની મુલાકાત લીધી અને તપાસ કરી હતી. ઉધમપુરમાં બસોમાં થયેલા વિસ્ફોટના મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બે દિવસીય મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અમિત શાહ 4 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે.

Most Popular

To Top