National

કલમ 370 નાબૂદીનો SCનો નિર્ણય, PM મોદી સહિત કેટલાકે પ્રશંસા કરી તો કેટલાકે નિરાશા વ્યક્ત કરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) જમ્મુ-કાશ્મીરમાંથી (J&K) કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. આ સિવાય પીએમ મોદી તેમજ વિપક્ષે પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. જેમાં 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બંધારણીયતાને સમર્થન આપવામાં આવ્યું છે. તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેનોની આશા, વિકાસ અને એકતાનો પડઘો છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબૂત બનાવ્યો છે, જેને આપણે ભારતીયો બધાથી ઉપર રાખે છે.

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે અમે કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું હતું, તેથી અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.’ તેમણે વધુમાં કહ્યું કે હવે એવી અપેક્ષા છે કે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવામાં આવશે. ત્યાંના લોકોને મતદાન કરવાનો મોકો મળશે. જો ચૂંટણી પહેલા PoKને સામેલ કરવામાં આવે તો આ કવાયત આખા કાશ્મીરમાં થઈ શકે છે.

તેમજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.

આ સિવાય કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવી જોઈએ અને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.

Most Popular

To Top