National

કલમ 370 હટાવ્યા બાદ પણ જમ્મુ કશ્મીરમાં થઈ રહ્યાં છે આતંકી હુમલા

શ્રીનગર (Shreenagar): જમ્મુ કશ્મીરમાં (Jammu Kashmir) એકવાર ફરી આતંકવાદ (Terrorism) દેખાય આવ્યો છે. આ સમયે આતંકવાદીઓએ પોલિસની (Police) ટુકડીને નિશાનો (Traces) બનાવ્યો હતો. શુક્રવારના (Friday) રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપુરના ગુલશન ચોકમાં (Gulshan Chowk) આ હુમલો થયો હતો જેમાં બે પોલિસકર્મીઓ શહીદ (Dead) થયાં હતાં. કશ્મીરના પોલિસ ઈંસ્પેકટર જનરલ વિજય કુમારે (Vijay Kumar) જણાવ્યું કે મૃત્યુ પામેલ પોલિસ કર્મચારીની ઓળખાણ મોહમ્મદ સુલતાન (Mohammed Sultan) અને ફયાજ એહમદ (Fayaz Ahmed) તરીકે થઈ હતી. ફયાજ એહમદ SHO ના PSO અને મોહમ્મદ સુલતાન ડ્રાઈવર તરીકે કાર્યરત હતાં.


આ હુમલામાં ઘાયલ પામેલા પોલિસ કર્મચારીઓને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે વિસ્તારમાં આ હુમલો થયો હતો તે વિસ્તારમાં તપાસ ચાલી રહી છે. આ હુમલો કોના દ્રારા કરવામાં આવ્યો, કેટલા લોકો દ્રારા કરવામાં આવ્યો તેમજ આ હુમલા પછળનું કારણ હજુ સુઘી જાણી શકાયુ નથી. પોલિસ તપોસ દ્વારા જાણકારી મળી છે કે હુમલો થયો હતો તે સમય દરમ્યાન ચોક પાસે ધણી ભીડ હતી. જો કે કોઈ પણ જાનહાનિ આ ઘટનામાં થઈ નથી. ધટનાની જાણકારી મળતાં સુરક્ષાકર્મીઓ દ્રારા તે વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ પણ મંગાવામાં આવી રહી છે જેથી આતંકવાદીઓની ઓળખ કરી શકાય. જો કે એક પણ સબૂત હજુ મળયા નથી.



એનસી ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ આ ઘટના અંગે જણાવ્યું કે ભગવાન મૃત્યુ પામેલ પોલિસ કર્મચારીની આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજયસભામાં જાણકારી આપી હતી કે જમ્મુ કશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કર્યા બાદ પણ છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 1,033 આતંકવાદી હુમલા થયા છે. જેમાંથી 2019માં સૌથી વધુ 594 ઘટનાઓ નોંધાઈ હતી. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા, જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ નોંધાઈ હતી.

આ અગાઉ પણ 8 ડિસેમ્બરના રોજ શોપિયામાં એન્કાઉન્ટર થયું હતું તે સમય દરમ્યાન સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઉપરાંત આ વર્ષે ગેરકાનૂની ગતિવિઘિઓના કાયદા હેઠળ જમ્મુમાં 75 વાહનોને કબજે કરવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top