જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ભીમ્બેર ગલી પાસે મુસાફરોથી ભરેલી બસ (Bus) ઊંડી ખીણમાં (Valley) પડી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. મંજાકોટના તહેસીલદાર જાવેદ ચૌધરીના જણાવ્યા અનુસાર આ અકસ્માત (Accident) આજે સવારે થયો હતો. તેમણે કહ્યું કે સુરનકોટ પુંછથી જમ્મુ જઈ રહેલી બસ રસ્તા પરથી લપસી ગઈ અને મંજાકોટ વિસ્તારમાં ડેરી રેલિઓટમાં ઊંડી ખીણમાં પડી ગઈ હતી. માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ભીમ્બેર ગલી પાસે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી
- અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા
- એલજીએ અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલી બસ દુર્ઘટના મામલે એલજી મનોજ સિંહાએ શોક વ્યક્ત કર્યો છે. એલજી ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર એલજીએ અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. એલજીએ કહ્યું છે કે ઘાયલોને તમામ શક્ય મદદ આપવામાં આવી રહી છે. બીજી તરફ દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે.
આ પહેલા બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં એક મીની બસ ઊંડી ખીણમાં પડતાં 10થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 29 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી નવની હાલત ગંભીર છે અને તેમાંથી છને વિશેષ સારવાર માટે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.