National

પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા પહેલી વાર PM મોદીને મળ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને 11 દિવસ વીતી ગયા છે. સરકાર અને સુરક્ષા દળો આતંકવાદીઓને કચડી નાખવા અને હુમલો કરનારા આતંકવાદીઓને મારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા છે.

પહેલગામ હુમલા પછી પહેલી વાર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. 25 મિનિટ ચાલેલી આ બેઠકમાં આતંકવાદનો અંત લાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ. પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન પર પ્રતિબંધો લગાવી દીધા છે અને જમ્મુ અને કાશ્મીરમાં હાજર આતંકવાદીઓના સહયોગીઓ સામે પણ કડક કાર્યવાહી કરી છે. એક હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 26 મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ આતંકવાદી હુમલાને “તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો મોટો” ગણાવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે છે. જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન અને ટ્રેકિંગ સીઝન વેગ પકડી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને ભારે અસર થઈ છે. પ્રવાસન આધારિત રોજગાર લગભગ સમાપ્ત થઈ ગયો છે. બધી હોટલો ખાલી પડી છે. લોકોએ મોટા પાયે જમ્મુ અને કાશ્મીરની ટિકિટ અને હોટેલ બુકિંગ રદ કર્યા. આ ઘટના બાદ સેનાએ આતંકવાદીઓ સામે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કાશ્મીરના નેતાઓએ લોકોને બુકિંગ રદ ન કરવાની અપીલ પણ કરી હતી. જોકે પાછળથી સુરક્ષાના કારણોસર ઘણા સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી 2019 માં જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો પહેલગામમાં થયો છે. પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું બૈસરન ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક પ્રિય સ્થળ છે.

Most Popular

To Top