Comments

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: રાજકીય રંગો જમીની સ્તરની વાસ્તવિકતા સાથે મેળ નથી ખાતા

જમ્મુ અને કાશ્મીરનો રાજકીય ગ્રાફ વધુ રસપ્રદ વળાંક લઈ રહ્યો છે. કારણ કે, નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કાશ્મીર ખીણમાં આતંકવાદ ઓછો થયો છે, પરંતુ શાંતિપૂર્ણ જમ્મુ ક્ષેત્રમાં તેને એક નવો વળાંક મળ્યો છે. રાજકીય રંગો જમીની સ્તરની વાસ્તવિકતા સાથે મેળ નથી ખાતા, વધુ ખંડિત દેખાઈ રહ્યો છે. તો શું ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ વિવાદાસ્પદ રાજકીય દૃશ્ય સામે સ્થિર સુરક્ષા વિષય બની રહેશે? આ સવાલ એટલા માટે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે, જમ્મુ અને કાશ્મીર ખીણ બંનેની રાજકીય રૂપરેખા એક પ્રાદેશિક દુશ્મનાવટનું રૂપ લઈ રહી છે.  સ્થિરતા આપી સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આશ્વાસન આપતું ચિત્ર નથી દેખાઇ રહ્યુ. આ હરીફાઈ, પરંપરાગત હોવા છતાં તાજેતરમાં તેનું એક નવું રૂપ જોવા મળ્યું છે.

રાજકીય અને પ્રાદેશિક એકતા હાંસલ કરવા માટેની ખૂટતી કડી એ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય પક્ષની ગેરહાજરી છે, જે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં અપીલ ધરાવતા પ્રાદેશિક પક્ષ અથવા ગઠબંધન જે આખા જમ્મુ અને કાશ્મીરને આવરી લેતો હોય. ઇન્ડિયા ગઠબંધન છે, પરંતુ જે મુખ્ય પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)થી અલગ છે. હવે મુખ્ય પક્ષ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે સ્થિર રાજનીતિ ટકાવવા કાશ્મીર અને જમ્મુના પોતપોતાના મજબૂત ક્ષેત્રોમાં ખૂબ સારું પ્રદર્શન કરવું પડશે.

આ જૂથમાં કોંગ્રેસ નબળી કડી છે. કારણ કે, તેની પાસે સંગઠનાત્મક રીતે અભાવ છે અને જૂના જૂથની પકડમાં છે જેના પર કેન્દ્રીય નેતૃત્વની પકડ ઢીલી છે. જમ્મુ ક્ષેત્રમાં પાર્ટીના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે. પ્રથમ દૃષ્ટિએ નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં મજબૂત સ્થિતિમાં છે અને જમ્મુ ક્ષેત્રમાં તેના પ્રભાવવાળા વિસ્તારો છે. તે વિચારવું નિષ્કપટ હશે કે તે ખીણની 47 બેઠકો જીતી લેશે. જોકે, તે બહુમતી મેળવી શકે છે. અંતિમ તસવીરમાં તેનું પ્રદર્શન બે પરિબળો પર નિર્ભર રહેશે: પ્રથમ, કોંગ્રેસનું પ્રદર્શન જમ્મુમાં કેવું રહે છે અને બીજું, પીડીપી અથવા પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો અને અપક્ષો કેટલું નુકસાન પહોંચાડે છે.

આવા ઢીલા રાજકીય માહોલમાં વિભાજનની શક્યતાઓ વધુ છે. આને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે મુખ્ય રાજકીય પક્ષો અથવા દાવેદારો જવાબદારીપૂર્વક કાર્ય કરે અને મતદારો સામે તેમની વાત ખંતપૂર્વક રજૂ કરે અને લોકો ચૂંટણીની રમતમાં મુખ્ય રાજકીય ખેલાડીઓની ચાલને સમજવા માટે પોતાની સમજણનો ઉપયોગ કરે. સ્થિરતાને જ પ્રાથમિકતા આપવી જોઈએ અને લાગણીઓ પર કાબૂ રાખવો જોઈએ.

સૌથી મોટા રાજકીય પક્ષ, ભાજપની જમ્મુ ક્ષેત્રમાં મજબૂત હાજરી છે પરંતુ તે હજી પણ ખીણમાં પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે. પ્રચાર, હો-હલ્લા અને નાણાંકીય સંસાધનોની કોઈ અછત ન હોવા છતાં પક્ષ પાસે હજી પણ અપર્યાપ્ત સંગઠનાત્મક આધાર છે અને મુસ્લિમ બહુમતી ખીણમાં સમર્થનનો અભાવ છે. જમ્મુ અને કાશ્મીરમાં 90 સભ્યોની વિધાનસભા છે. આ જમ્મુ અને કાશ્મીર વિભાગો વચ્ચે અનુક્રમે 43:47 બેઠકોના ગુણોત્તરમાં વહેંચાયેલું છે.

કોઈપણ પક્ષ પોતાના દમ પર સરકાર બનાવવા માટે બંને પ્રદેશોમાં નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતવી મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ભાજપ ચોક્કસપણે આવી સ્થિતિમાં નથી. બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે તેણે જમ્મુ પ્રદેશમાં બહુમતી બેઠકો જીતવી પડશે અને તેને ખીણમાંથી મોટી સંખ્યામાં બેઠકો મેળવવી પડશે. હાલમાં એવું નથી. માત્ર કાશ્મીરમાં જ પાર્ટીની ખોટ નથી, પરંતુ તેના ગઢ જમ્મુ પ્રદેશમાં પણ તે ગેરશાસન અને તેના સ્થાનિક નેતાઓના ઉદાસીન વલણને કારણે સત્તા વિરોધી વલણનો સામનો કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપ કાશ્મીરની તમામ 16 બેઠકો પરથી ઉમેદવારો ઊભા કરી શક્યું ન હતું અને માત્ર આઠ બેઠકો પર જ સંતોષ માનવો પડ્યો. તેની સરખામણીમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ-સીપીએમ ગઠબંધને તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. આઝાદના ડીપીએપીએ માત્ર પાંચ બેઠકો પરથી ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ પ્રોક્સી પ્રયોગની નિષ્ફળતા સાથે મોટી મૂંઝવણની પરિસ્થિતિ ઊભી કરી છે. તે પણ ચૂંટણી વચ્ચે. આ મૂંઝવણનું એક ઝળહળતું ઉદાહરણ ડીએપીએના વડા આઝાદને અચાનક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેઓ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવા પડ્યા હતા અને વ્યસ્તતાને ટાળવા આરામ કરવાની સલાહ આપ્યા પછી રજા આપવામાં આવી હતી. આઝાદે કહ્યું કે, ‘’હું પછીથી અંતિમ નિર્ણય લઈશ, પરંતુ અત્યારે એવું નથી લાગતું કે હું ચૂંટણી પ્રચાર કરી શકીશ.’’

આઝાદના નજીકના વિશ્વાસુ, ભૂતપૂર્વ મંત્રી જી એમ સરોરીએ પણ પોતાના પક્ષનું પ્રતિનિધિત્વ ન કરતા અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પગલા પાછળનો સ્પષ્ટ હેતુ ભાજપ સમર્થિત પક્ષના ઉમેદવાર તરીકે જોવાનો નથી. આ એક વિચિત્ર ઘટના છે પરંતુ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં નવી નથી. પણ ભવિષ્યમાં વિભાજિત-ચુકાદાનો અંદાજો છે આ મૂંઝવણ સારા સંકેત નથી બતાવતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top