ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiat Ulema-e-Hind) 2 દિવસીય જુલૂસનું આયોજન કર્યું હતું. આ ઉત્સવ 28 મેથી શરૂ થયો હતો અને આજે રવિવારે તેનો છેલ્લો દિવસ છે. આજ રોજ ઉત્સવમાં મૌલાના મહમૂદ મદનીએ (Maulana Mahmood Madani) કહ્યું કે ભારત તેમનો દેશ છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે વાત વાત પર પાકિસ્તાન મોકલનારાઓએ જાતે જ પાકિસ્તાન જવું જોઈએ. જો કોઈથી તેમનો ધર્મ સહન ન થાય તો તેવા લોકો બીજા સ્થળે જતાં રહે. તેમણે પાકિસ્તાન જવાનો મોકો પણ મળ્યો હતો પરંતુ તેઓએ આ મોકો ઠુકરાવી દીધો હતો.
જુલૂસમાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા
રવિવારે કોમન સિવિલ કોડ સહિત અનેક મુદ્દાઓ પર મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. મદનીએ જુલૂસમાં પડકાર કરતાં કહ્યું કે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે હાલ ભલે તેમના ધર્મના અસ્તિત્વ પર સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તેઓ લઘુમતી નથી પણ દેશની બીજી બહુમતી છે. ઉપરાંત મદની એ ઉપસ્થિત લોકોને ધીરજ રાખવા જણાવ્યું હતું.
જ્ઞાનવાપી અને મથુરાની ઈદગાદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થઈ
પસાર કરવામાં આવેલા ઠરાવમાં પ્રાચીન ધર્મસ્થળોને લઈને વારંવાર વિવાદ ઊભો કરીને દેશની શાંતિ અને સુલેહ-શાંતિ બગાડનારા પક્ષકારોના વલણ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની ઇદગાહ મસ્જિદ અને કુતુબમિનાર સહિત ઘણી મસ્જિદો વિરુદ્ધ આવા અભિયાનો ચાલી રહ્યા છે, જેણે શાંતિ અને અખંડિતતાને નુકસાન પહોંચાડ્યું છે.
બંધારણીય અધિકારોને છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા
રવિવારે જુલૂસમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં જણાવાયું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરીને મૂળભૂત બંધારણીય અધિકારોને છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા. પરતું મુસ્લિમ પર્સનલ લોમાં સમાવિષ્ટ લગ્ન, તલાક, ખુલા, વારસો વગેરેના નિયમો કોઈ સમાજ, જૂથ કે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતા નથી, તે પવિત્ર કુરાન અને હદીસમાંથી લેવામાં આવ્યા. તેમજ નમાઝ, રોઝા, હજની જેમ આ પણ ધાર્મિક હુકમોનો તેનો એક ભાગ છે.
સમાન નાગરિક સંહિતા કાયદો
બીજા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે પર્સનલ લૉનું પાલન બદલવું કે અટકાવવું એ કલમ 25માં આપેલી બાંયધરી વિરુદ્ધ છે. છતાં ઘણા રાજ્યોમાં શાસક લોકો પર્સનલ લોને નાબૂદ કરવાના ઇરાદા સાથે ‘સમાન નાગરિક સંહિતા કાયદો’ લાગુ કરવાની વાત કરી રહ્યા છે અને દેશના બંધારણની સાચી ભાવનાને અવગણીને બંધારણ અને અગાઉની સરકારોની ખાતરીઓ અને વચનોને પણ બાયપાસ કરી રહ્યા છે.
1991ના કાયદાનું પાલન કરવાનું જણાવ્યું હતું
અન્ય એક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે બનારસ અને મથુરાની નીચલી અદાલતોના આદેશોએ વિભાજનકારી રાજકારણને મદદ કરી છે. પૂજાના સ્થળો અને વિશેષ જોગવાઇઓ માટે અધિનિયમ 1991ની સ્પષ્ટ અવગણના કરવામાં આવી છે. સંસદમાંથી નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 ઓગસ્ટ, 1947ના રોજ જે પૂજા સ્થળ હતું તે યથાવત રહેશે. કહેવામાં આવ્યું હતું કે નીચલી અદાલતોએ પણ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના કરવામાં આવી છે.
ભૂતકાળના મૃતકોને જડમૂળથી ઉપાડવાનું ટાળવું જોઈએ
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પ્લેસ્સ ઑફ વર્શિપ એક્ટ 1991 એક્ટ 42ને બંધારણના મૂળભૂત માળખાની વાસ્તવિક આત્મા તરીકે વર્ણવ્યું છે. આમાં એક સંદેશ છે કે સરકાર, રાજકીય પક્ષો અને કોઈપણ ધાર્મિક વર્ગે આવા મામલાઓમાં ભૂતકાળના મૃતકોને જડમૂળથી ઉપાડવાનું ટાળવું જોઈએ.
બંધારણીય મર્યાદામાં રહીને લડવાના સંકેતો
ઠરાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જમીયત ઉલેમા-એ-હિંદનું આ સંમેલન એ સ્પષ્ટ કરવા માંગે છે કે કોઈપણ મુસ્લિમ ઈસ્લામિક કાયદા અને કાયદામાં કોઈપણ પ્રકારની દખલગીરી સ્વીકારે નહીં. જો કોઈપણ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ભૂલ કરશે તો મુસ્લિમો અને અન્ય વર્ગો આ ઘોર અન્યાયને સ્વીકારશે નહીં અને બંધારણીય મર્યાદામાં રહીને તેની સામે શક્ય તમામ પગલાં લેશે.